દ્વારકામાં PMએ એક્સપો સેંટરનું ભુમિપૂજન કર્યું, રાષ્ટ્રહિત સર્વોપરી રાખી ચોતરફી વિકાસ
વડાપ્રધાને દ્વારકા પહોંચવા માટે ધોળા કુવાથી મેટ્રોની મુસાફરી કરી, આ દરમિયાન મોટા પ્રમાણમાં યુવાનોએ વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી હતી
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ બુધવારે દિલ્હીનાંદ્વારકામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કનવેંશન એન્ડ એક્સપો સેંટરનું ભુમિપુજન કર્યું હતું. દ્વારકા જવા માટે વડાપ્રધાન મોદીએ ધોલા કુવાથી મેટ્રોની મુસાફરી કરી હતી. કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, મને જાણીને આનંદ છે કે આ પરિસર આવન જાવનની અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે. એરપોર્ટ, મેટ્રો સ્ટેશન સાથે જોડાયેલું હશે. બિઝનેસ, મનોરંજન અથા ટૂરિઝમ સાથે જોડાયેલી વ્યવસ્થાઓ એક પ્લેટફોર્મ પર મળશે.
વડાપ્રધાને કહ્યું કે, આ પ્રોજેક્ટ સરકારની સંકલ્પનો હિસ્સો છે જેના હેઠલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત કરવામાં આવી રહ્યું છે. અમે વિશ્વમાં કોઇ પણ દેશમાં જઇએ તો જાણીશું કે નાના - નાના દેશો મોટી મોટી કોન્ફરન્સની ક્ષમતાઓ ધરાવે છે.
આ સુવિધાઓતી એવા એવા દેશો આધુનિક ટુરિઝમનાં હબ બની ચુક્યા છે પરંતુ આપણો દેશ આ દિશામાં વિચારી જ નથી શક્યો. તમામ પ્રગતિ મેદાનમાં સીમિત થઇ ચુક્યું છે. હવે આનાથી આગળ નિકળવાની જરૂર છે. આઇઆઇસીસીનાં નિર્માણથી દેશનાં અન્ય રાજ્યોમાં પણ બીઝનેસનું વાતાવરણ વિકસિત કરશે. આ કનવેંશન સેંટર રેડી ટુ યુઝ રહેશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 26 હજાર કરોડનાં ખર્ચે બનનારૂ આ સેંટર દેશનાં 80 કરોડ યુવાનોને ઉર્જાનું કેન્દ્ર બનીને ઉભરશે. આ માત્ર કનવેંશન અને એકસ્પો સેંટર નહી હોય પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટે ઔદ્યોગિક મંચ પણ રહેશે.
વડાપ્રધાને કહ્યું કે, આ સેંટર દિલ્હીમાં એક મિનિ સિટીની જેમ હશે. એક જ પરિસરમાં કનવેંશન હોલ, એકસ્પો હોલ, મીટિંગ હોલ, હોટલ, માર્કેટ, ઓફિસ અને ઘણી અન્ય સુવિધાઓ પણ સજ્જ રહેશે.
વડાપ્રધાને આગળ કહ્યું કે, આ સરકારે દેશનાં વિકાસ માટે અભૂતપુર્વ યોજનાઓ પર કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. સૌથી લાંબી સુરંગ બનાવવાનું કામ સૌથી લાંબી ગેસ પાઇપલાઇન બિછાવવાનું કામ, સમુદ્ર પર સૌથી લાંબો પુલ બનાવવાનું કામ, સૌથી મોટી મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ બનાવવાનું કામ. અમારી સરકારે દેશનાં દરેક ગામ સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, દરેક પરિવાર સુધી વિજળી અને ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટા બેંકિંગ નેટવર્ક ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકને બનાવવાનું કામ કરી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, આપણે વિશ્વમાં ક્યાંય પણ જઇએ, ઘણી વાર જોવા મળે છે કે નાના- નાના દેસો મોટી મોટી કોન્ફરન્સ યોજતા રહે છે. વડાપ્રધાને કહ્યું કે, દેશમાં છેલ્લા ચાર વર્ષોમાં ચોતરફી વિકાસ એટલા માટે શક્ય બન્યો, તે જ સંસાધનો હોવા છતા ગત્ત સરકાર કરા સારૂ કામ એટલા માટે શક્ય બન્યું કારણ કે રાષ્ટ્ર હિતને સર્વોપરી રાખવામાં આવ્યું, વ્યવસ્થાઓને યોગ્ય દિશામાં વાળવામાં આવી.