નવી દિલ્હીઃ PM Modi Speech: મહારાષ્ટ્રના પંઢરપુરને કેન્દ્ર સરકારે આજે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ બે રાજમાર્ગો શ્રીસંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનો શિલાન્યાસ કર્યો છે. આ તકે તેમણે કહ્યુ કે, શ્રીસંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનું નિર્માણ પાંચ તબક્કામાં થશે અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂરુ કરવામાં આવશે. તેના નિર્માણમાં આશરે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ આ દરમિયાન કિસાનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે, ભારતની સંસ્કૃતિને, ભારતના આદર્શોને સદીઓથી અહીંના ધરતી પુત્રોએ જીવિત બનાવી રાખ્યો છે. એક સાચો અન્નદાતા સમાજને જોડે છે, સમાજને જીવે છે, સમાજ માટે જીવે છે. તમારાથી જ સમાજની પ્રગતિ છે અને તમારી પ્રગતિમાં સમાજની પ્રગતિ છે. 


આ પણ વાંચોઃ ઉપહાર અગ્નિકાંડઃ પૂરાવા સાથે છેડછાડના મામલામાં અંસલ બંધુઓને 7 વર્ષની જેલ, 2.25 કરોડનો દંડ


પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ભૂતકાળમાં આપણા ભારત પર કેટલાય હુમલા થયા, વર્ષો સુધી દેશ ગુલામીમાં રહ્યો. કુદરતી આફતો આવી, પડકારો આવ્યા, મુશ્કલી આવી, પરંતુ ભગવાન વિઠ્ઠલ દેવમાં આપણી આસ્થા, આપણી દિંડી અવિરત ચાલતી રહી. આજે પણ તે યાત્રા દુનિયાની સૌથી પ્રાચીન અને સૌથી મોટી જન-યાત્રાઓના રૂપમાં, પીપલ મૂવમેન્ટના રૂપમાં જોવામાં આવે છે. અષાઢ એકાદશી પર પંઢરપુર યાત્રાના વિહંગમના દ્રષ્ય કોણ ભૂલી શકે છે. હજારો-લાખો શ્રદ્ધાળુઓ બસ ખેંચી ચાલ્યા આવે છે. 


પીએમ મોદીએ કહ્યુ કે આ યાત્રાઓ અલગ-અલગ પાલખી માર્ગોથી ચાલે છે, પરંતુ બધાનું ગંતવ્ય એક હોય છે. આ ભારતના તે શાશ્વત શિક્ષણનું પ્રતીક છે, જે આપણી આસ્થાને બાંધતી નથી, પરંતુ મુક્ત કરે છે. જે આપણે શીખવાડે છે કે માર્ગ અલગ-અલગ હોઈ શકે છે, પદ્ધતિઓ અને વિચાર અલગ હોઈ શકે છે, પરંતુ આપણું લક્ષ્ય એક હોય છે. અંતમાં બધા પંથ 'ભાગવત' પંથ જ છે. 


આ પણ વાંચોઃ ડ્રગ્સ કેસમાં નવો વળાંક, રેવ પાર્ટી પર કોંગ્રેસના મંત્રીએ કર્યો મોટો ખુલાસો  


પીએમ મોદીએ કહ્યુ કે, ભગવાન વિઠ્ઠલનો દરબાર દરેક માટે એક સમાન રૂપથી ખુલ્લો છે. જ્યારે હું સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ કહુ છું, તો તેની પાછળ પણ આ ભાવના છે. આ ભાવના આપણે દેશના વિકાસ માટે પ્રેરિત કરે છે, બધાને સાથે લઈને, બધાના વિકાસ માટે પ્રેરિત કરે છે. 


પીએમ મોદીએ કહ્યુ કે વારકરી આંદોલનને અન્ય એક વિશેષતા રહી અને તે છે પુરૂષોના પગલાથી પગલી મેળવી વારીમાં ચાલતી આપણી બહેનો, દેશની સ્ત્રી શક્તિ. પંઢરી કી વારી, અવસરોની સમાનતાનું પ્રતીક છે. વારકરી આંદોલનનું ધ્યેય વાક્ય છે, 'ભેદાભેદ અમંગઠ્ઠ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube