PM Modi Japan Visit માટે રવાના, શિંજો આબેના અંતિમ સંસ્કારમાં લેશે ભાગ
PM Modi Japan Visit: પીએમ મોદીએ જાપાન રવાના થતાં પહેલાં ટ્વીટમાં કહ્યું, ```હું એક પ્રિય મિત્ર અને ભારત-જાપાન મિત્રતાના મહાન ચેમ્પિયન ભૂતપૂર્વ PM શિન્ઝો આબેના રાજ્ય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું.`
PM Modi Japan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જાપાનની યાત્રા પર રવાના થઇ ગયા છે. પીએમ મોદી આવતીકાલે 27 સપ્ટેમ્બરના રોજ પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પીએમની યાત્રાને લઇને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ટોક્યો માટે રવાના થઇ ગયા છે. તેમણે કહ્યું કે ભારતે પૂર્વ પીએમ આબેના સન્માનમાં 9 જુલાઇ 2022 ના રોજ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. આ યાત્રા તેમની સ્મૃતિને સન્માનિત કરવાનો અવસર આપશે.
પીએમ મોદીએ જાપાન રવાના થતાં પહેલાં ટ્વીટમાં કહ્યું, ''"હું એક પ્રિય મિત્ર અને ભારત-જાપાન મિત્રતાના મહાન ચેમ્પિયન ભૂતપૂર્વ PM શિન્ઝો આબેના રાજ્ય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું."
"હું તમામ ભારતીયો વતી પ્રધાનમંત્રી કિશિદા અને આબેને હૃદયપૂર્વક સંવેદના પાઠવીશ. અમે આબે સેનની કલ્પના મુજબ ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. @kishida230"
તેમણે કહ્યું કે 'અમે આબેની દ્રષ્ટિના અનુરૂપ ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ ચાલુ રાખીશું.'' આ પહેલાં વિદેશ સચિવ વિનય મોહન કાત્રાએ આ જાણકારી આપતાં સંવાદદાતાઓને જણાવ્યું કે લગભગ 12 થી 16 કલાકની આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી પોતાના જાપાની સમકક્ષ ફૂમિયો કિશિદા સાથે મુલાકાત અને દ્રિપક્ષીય બેઠક કરશે.
જાપાનના સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી રહેલા શિંજો આબેની આઠ જુલાઇના રોજ દેશના પશ્વિમી વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન એક હુમલાવરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કાત્રાએ જણાવ્યું કે જાપાનના પ્રધાનમંત્રી કિશિદાએ આ વર્ષ માર્ચમાં ભારતની યાત્રા કરી હતી અને પ્રધાનમંત્રી મેમાં ક્વાડની બેઠકમાં ભાગ લેવા ત્યાં ગયા હતા. તેમણે જણાવ્યું કે આ વર્ષે ભારત-જાપાન રાજકીય સંઅંધોની 70મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યો છે અને એવામાં બંને નેતાઓને પોતાના વિશેષ સામરિક ગઠજોડને વધુ મજબૂત બનાવવાને લઇને વાતચીત કરવાનો અવસર મળશે.
વિદેશ સચિવે કહ્યું કે ભારત અને જાપાનના સંબંધ સતત મજબૂત થઇ રહ્યા છે અને બંને દેશોની વચ્ચે બિઝનેસ તથા રોકાણ, રક્ષા તથા સુરક્ષા જળવાયું પરિવર્તન, ઉર્જા, આધારભૂત માળખું, ઔદ્યોગિક વિકાસ, માનવ સંશાધનના ક્ષેત્રમાં નજીકના સહયોગ છે. તેમણે કહ્યું કે આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને જાપાની પ્રધાનમંત્રી વચ્ચે સંક્ષિપ્ત દ્વિપક્ષીય બેઠક થશે જેમાં બંને પક્ષો સાથે સંબંધિત લોકો હાજર રહેશે.
કાત્રાએ જણાવ્યું કે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવામાં 20 શાસનાધ્યક્ષો સહિત 100 દેશોના પ્રતિનિધિ હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને પક્ષ દ્રિપક્ષીય સંબંધો અને તેમની પ્રગતિ વિશે ચર્ચા તથા સમીક્ષા કરશે અને તેને કોઇ એક વિષય સુધી સીમિત કરવી યોગ્ય નથી.
આબે સાથે પ્રધાનમંત્રી મોદીના અંગત સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના સન્માનમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આબેના નિધન પર શોક પ્રગટ કરતાં મોદીએ તેમણે 'પ્રિય મિત્ર' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીએ દુનિયાને યોગ્ય સ્થાન બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.