મથુરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુ આરોગ્ય સાથે જોડાયેલા કાર્યક્રમ સાથે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો. તેમણે કહ્યું કે, પર્યાવરણ અને પશુ ધન હંમેશાથી ભારત માટે આર્થિક ચિંતનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. ખેડૂતોની આવક વધારવા માટે પશુપાલનનો મોટો રોલ છે. આ ક્ષેત્રે કરાયેલ રોકાણ વધુ કમાણી કરાવે છે. દૂધ ઉત્પાદન માટે કામધેનું આયોગ બનાવાયો છે. દૂધ ઉત્પાદનમાં સાત ટકાનો વધારો નોંધાયો છે. જેથી ખેડૂતોની આવકમાં અંદાજે 13 ટકાનો વધારો થયો છે. અમારો પ્રયાસ રહેશે કે દરેક ઘર પાસે એક ગાય હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આ દેશનું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો એવા પણ છે કે જેમના કાને ઓમ અને ગાય શબ્દ પડે તો તરત જ એમના વાળ ઉભા થઇ જાય છે. એમને લાગે છે કે દેશ 16મી સદીમાં જતો રહ્યો છે. એવું જ્ઞાન, દેશ બરબાદ કરવાવાળાઓએ દેશ બરબાદ કરવામાં કશું બાકી નથી રાખ્યું. 


PM મોદીની અપીલ, કહ્યું- 2 ઓક્ટોબર સુધી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ છોડો


પર્યાવરણ અને પશુધન
સમગ્ર દુનિયા પર્યાવરણ બચાવવા માટે રોલ મોડલ શોધી રહી છે. આપણા ત્યાં ભગવાન કૃષ્ણએ પર્યાવરણ બચાવવા માટે કામ કર્યું હતું. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર આપણા આરાધ્ય કેવી રીતે નજર આવશે. એ જ રીતે એમના વગર દેશ પણ નજર નહીં આવે. પીએમ મોદીએ કહ્યું કે, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ વિશેષ રૂપથી પ્લાસ્ટિક નિવારણ માટે સમર્પિત છે. બ્રજવાસીઓ સારી રીતે જાણે છે કે, પશુઓના મોત માટે પ્લાસ્ટિક જવાબદાર છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો પડશે.