નવી દિલ્હી : પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ એક અદભૂત વ્યક્તિ હતા, તેઓ પાસેથી હું સતત શીખતો આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્રદયસ્પર્શી શબ્દો સાથે સુષમા સ્વરાજને શબ્દાંજલિ અર્પિત કરી હતી. સુષમા સ્વરાજની પ્રાર્થના સભામાં પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વ. સુષમા સ્વરાજના પુત્રીએ ગદગદિત થતાં પીએમ મોદી અને પાર્ટીનો આભાર માન્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ દિલ્હીના જવાહર લાલ સ્ટેડિયમમાં આયોજિત સુષમા સ્વરાજની શ્રદ્ધાજલિ સભામાં જણાવ્યું કે, "જાહેર જીવનમાં તેમણે અનેક ઉદાહરણ રજૂ કર્યા હતા. તેમનું ભાષણ પ્રભાવી હોવાની સાથે-સાથે પ્રેરક પણ રહેતું હતું. તેમના વ્યક્તિત્વમાં વિષયોની ઊંડી સમજનો અનુભવ થતો હતો."


જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સંવાદ માટે ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવા કોંગ્રેસની માગ


સુષમા સ્વરાજની શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા. સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "હું તેમને હંમેશાં સુષમા દી કહેતો હતો. તેઓ જનમન નેતા હતાં. તેમણે લોકોનાં મન પર પણ રાજ કર્યું છે. તેમણે ભાજપની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સારી તરફેણ કરી હતી. ચૂંટણી દરમિયાન જાહેર સભાઓમાં તેમની સૌથી વધુ માગ રહેતી હતી."


લેટેસ્ટ ન્યૂઝ જાણવા, જુઓ LIVE TV


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....