PM MODI LIVE: પીએમ મોદીએ કહ્યું, રાજ્યસભાએ ઇતિહાસ બનાવ્યો પણ અને બનતાં પણ જોયો
રાજ્યસભાના 250મા સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિસ્મરણીય સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સદનનું ગૌરવ લેતાં કહ્યું કે, આ સદન સાક્ષી છે કે અનેક મહાપુરૂષોએ અહીંથી દેશના વિકાસ માટે અમૂલ્ય કાર્ય કર્યા છે. મને વિશ્વાસ છે કે આ સદનની વર્તમાન પેઢી અને આવનારી પેઢી પણ એ દિશામાં જ કાર્ય કરશે કે જેથી આવનારી પેઢીઓ સદાય માટે યાદ રાખશે.
નવી દિલ્હી : દેશના ઉપરી સદન રાજ્યસભાનું 250મું સત્ર આજથી શરૂ થઇ ગયું છે, આ અવસર પર વડાપ્રધાન નરેંદ્ર મોદી સંસદના ઉપરી સદન રાજ્યસભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના 250મા સત્રના અવસર પર વિશેષ ચર્ચા થવા જઇ રહી છે અને આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ રાજ્યસભા સભ્યો પોતાની વાત રજૂ કરશે. વડાપ્રધાન નરેંદ્રનું ભાષણ શરૂ થઇ ગયું છે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સંસદના ઉચ્ચ સદન (રાજ્યસભા)માં સાંસદોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે આજે ઐતિહાસિક દિવસ છે જ્યારે રાજ્યસભાનું 250મું સત્ર થઇ રહ્યું છે. હું બધા સાંસદો અને નેતાઓને શુભેચ્છાઓ પાઠવું છું. આ ભારતની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે. સદન પોતાનામાં ગૌરવ અનુભવે છે. મારા માટે સૌભાગ્યનો વિષય છે કે મને આ અવસરમાં સામેલ થવાની તક મળી. અનુભવ કહે છે કે સંવિધાન નિર્માતાઓએ જે વ્યવસ્થા આપી તે કેટલી અદભૂત છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube