નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત' દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમની આ 46મી શ્રેણી હતી. મહિનાના દર છેલ્લા રવિવારે તેનું સવારે 11 વાગે ઓલ ઈન્ડિયા રેડિયો, દુરદર્શન અને તેને સંલગ્ન અન્ય ચેનલો પર પ્રસારણ થાય છે.  આ ઉપરાંત લોકો પીએમ મોદીના આ 'મન કી બાત' કાર્યક્રમને મોબાઈલ ફોન પર 1922 પર મિસ કોલ આપીને પણ સાંભળી શકે છે. પીએમ કાર્યાલયની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ, મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, AIR અને DD NEWS ઉપર જીવંત પ્રસારણ સવારે 11 વાગ્યાથી શરૂ થયું. હિંદીમાં પ્રસારિત થયા બાદ તરત આકાશવાણીની અન્ય પ્રાદેશિક ભાષાઓ તેનું પ્રસારણ કરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રાકૃતિ આફત માટે માણસ પોતે જવાબદાર હોય છે. વડાપ્રધાને દેશના પ્રિય કવિ નીરજજીના દેહાંત ઉપર તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે આશા, ભરોસો, દ્રઢસંકલ્પ, પોતાના પર વિશ્વાસ એ નીરજજીની વિશેષતા હતી. 


'મન કી બાત'ના મહત્વના અંશ:


1. છેલ્લા કેટલાક દિવસોથી એક પ્રાકૃતિ આફતની ઘટનાએ સમગ્ર વિશ્વાસનું ધ્યાન આકર્ષિત કર્યું. માનવ મનને હચમચાવી નાખ્યું. થાઈલેન્ડમાં 12 કિશોર ફૂટબોલ ખેલાડીઓ અને તેમની ટીમના કોચ ગુફામાં ફરવા માટે ગયા.
2. અચાનક ભારે વરસાદના કારણે ગુફાના દ્વાર પાસે પાણી ભરાઈ ગયું અને તેમના બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો. કોઈ રસ્તો ન મળતા તેઓ ગુફાની અંદર એક નાના ટેકરા પર 18 દિવસ સુધી રહ્યાં. 
3. તમે કલ્પના કરી શકો છો કે કિશોર અવસ્થામાં સામે જ્યારે મોત દેખાય છે ત્યારે પળેપળ તેવી રીતે પસાર થાય છે, તે પળ કેવી રહી હશે. એકબાજુ તેઓ સંકટ સામે ઝઝૂમી રહ્યાં હતાં જ્યારે બીજી બાજુ સમગ્ર વિશ્વમાં માનવતા એકજૂથ થઈને ઈશ્વરે આપેલા ગુણોને પ્રદર્શિત કરી રહી હતી.4. દુનિયાભરમાં લોકોએ આ બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થનાઓ કરી હતી. બાળકો ક્યાં છે અને કઈ હાલાતમાં છે જાણવા માટે સંભવ દરેક પ્રયત્ન કરાયા.  
5. વડાપ્રધાને કહ્યું કે જ્યારે સારા સમાચાર મળ્યાં ત્યારે દુનિયાભરને શાંતિ થઈ, સંતોષ થયો, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં દરેક સ્તર પર જવાબદારીનો જે અહેસાસ થયો તે અદભૂત હતો. 
6. તમામ લોકોએ, પછી ભલે તે સરકાર હોય, બાળકોના માતા પિતા, તેમના પરિવારજનો, મીડિયા હોય, દેશના નાગરિકો, દરેકે શાંતિ અને ધૈર્યનું અદભૂત આચરણ કરીને બતાવ્યું. બધા લોકો એક ટીમ બનીને પોતાના મિશનમાં જોડાયેલા હતાં. દરેક જણનો સંયમિત વ્યવહાર એક શીખવા જેવો અને સમજવા જેવો વિષય છે. 
7. એવું નથી કે બાળકોના માતા પિતા દુખી નહીં થયા હોય. એવું પણ નથી કે માતાઓની આંખોમાંથી આંસુ નહીં સર્યા હોય પરંતુ ધૈર્ય, સંયમ, પૂરા સમાજના શાંતચિત્ત વ્યવહાર- એ પોતાનામાં જ આપણા બધાએ શીખવા જેવા છે. આ સમગ્ર ઓપરેશનમાં થાઈલેન્ડની નૌસેનાના એક જવાને પોતાનો જીવ પણ ગુવાવવો પડ્યો. સમગ્ર વિશ્વ એ વાતથી આશ્ચર્યચકિત છે કે આટલી વિકટ પરિસ્થિતિઓમાં પણ પાણી ભરેલી એક અંધારી ગુફામાં આટલી બહાદૂરી અને ધૈર્ય સાથે તેમણે પોતાની આશાઓ છોડી નહીં. 
8. થાઈલેન્ડનો આ ઘટનાક્રમ દર્શાવે છે કે જ્યારે માનવતા એક સાથે આવે છે ત્યારે અદભૂત ચીજો થાય છે. બસ આપણે શાંત અને સ્થિર મનથી પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. તે માટે કામ કરતા રહો. 
9. જુલાઈના મહિનામાં લાખો યુવાઓ શાળામાંથી નીકળીને કોલેજમાં જાય છે. જો ફેબ્રુઆરી અને માર્ચમાં એક્ઝામ, પેપર્સ, આન્સર્સ આવે છે તો એપ્રિલ, અને મે મહિનામાં રજાઓ અને મોજમસ્તીની સાથે સાથે પરિણામો, જીવનમાં આગળ વધવાની દિશાઓ નક્કી કરવાની, કેરિયર ચોઈસ વગેરે આવે છે.
10. જૂના મિત્રો, બાળપણના મિત્રો મૂલ્યવાન હોય છે. પરંતુ નવા મિત્રની પસંદગી કરવી, બનાવવા અને જાળવી રાખવા એ પોતાનામાં જ એક ખુબ મોટી સમજદારીનું કામ હોય છે. કઈંક નવું શીખો, જેમ કે નવી નવી સ્કિલ્સ, નવી નવી ભાષાઓ શીખો. 
11. મધ્ય પ્રદેશના એક અત્યંત ગરીબ પરિવાર સાથે જોડાયેલા વિદ્યાર્થી આશારામ ચૌધરીએ જીવનની મુશ્કેલ ચુનોતીઓને પાર કરીને સફળતા મેળવી છે. હું તેમને આ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું. અનેક વિદ્યાર્થીઓએ, જે ગરીબ પરિવારોમાંથી આવે છે, વિપરિત પરિસ્થિતિઓ હોવા છતાં પોતાની મહેનત અને લગનથી કઈક કરી બતાવ્યું છે, જે આપણને પ્રેરણા આપે છે. પછી ભલે તે દિલ્હીના પ્રિન્સ કુમાર હોય કે જેમના પિતા ડીટીસીમાં બસ ચાલક છે કે પછી તે કોલકાતાના અભય ગુપ્તા કે જેમણે સ્ટ્રીટ લાઈટની નીચે અભ્યાસ કર્યો. 
12. દેશના કોઈ પણ ખૂણામાં ઘટનારી ઘટના મારા મનને ઉર્જા આપે છે. પ્રેરણા આપે છે અને જ્યારે આ યુવાઓની કથા હું તમને કહું છું તો તેની સાથે મને નીરજજીની એક વાત યાદ આવે છે. ગત દિવસોમાં એક ન્યૂઝ વાંચ્યા કે બે યુવાઓએ મોદીનું સપનું સાકાર કર્યું. આજે આપણા યુવાઓ ટેક્નોલોજીનો સ્માર્ટ અને ક્રિએટીવ યૂઝ કરીને સામાન્ય વ્યક્તિના જીવનમાં બદલાવનો પ્રયત્ન કરી રહ્યાં છે. 
13. એકવાર અમેરિકાના સાન જોસ શહેરમાં કે જે ટેક્નોલોજી હબ તરીકે ઓળખાય છે. હું ભારતીય યુવાઓ સાથે ચર્ચા કરી રહ્યો હતો કે ભારત માટે પોતાના ટેલેન્ટને કેવી રીતે યુઝ કરી શકે છે એ વિચારો અને સમય કાઢીને કઈંક કરો. 
14. મેં બ્રેઈન ડ્રેઈનને બ્રેઈન ગેઈનમાં બદલવાની અપીલ કરી હતી. રાયબરેલીના બે આઈટી પ્રોફેશનલ્સ, યોગેશ સાહુજી અને રજનીશ બાજપેયીજીએ મારા પડકારને સ્વીકાર્યો અને એક અભિનવ પ્રયત્ન કર્યો. 
15. પંઢરપુર વિશે વાત કરતા તેમણે કહ્યું કે પંઢરપુરવારી એક અદભૂત યાત્રા છે. અષાઢી એકાદશી કે જે આ વખતે 23 જુલાઈએ હતી તે દિવસને પંઢરપુર વારીની ભવ્ય પરિણિતિ તરીકે મનાવવામાં આવે છે. પંઢરપુર મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું એક પવિત્ર શહેર છે. અષાઢી એકાદશીના લગભગ 15-20 દિવસ પહેલાથી વારકરી એટલે કે તીર્થયાત્રીઓ પાલકિઓ સાથે પંઢરપુરની યાત્રા માટે પગપાળા રવાના થાય છે. આ વારી (યાત્રા)માં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ સામેલ થાય છે. સંત જ્ઞાનેશ્વર, અને સંત તુકારામ જેવા મહાન સંતોની પાદુકા, પાલખીમાં રાખીને વિઠ્ઠલ વિઠ્ઠલ ગાતા નાચતા વગાડતા યાત્રીઓ પગપાળા પંઢરપુર જવા નીકળી પડે છે. આ યાત્રા શિક્ષા, સંસ્કાર, અને શ્રદ્ધાળુની ત્રિવેણી છે.  
16. વડાપ્રધાને દેશવાસીઓને આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ધામધૂમથી મનાવવાની અને ઈકો ફ્રેન્ડલી રીતે ઉજવવાની અપીલ કરી. 


પીએમ મોદીએ ભારતીય જન સંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે શ્યામાપ્રસાદ મુખરજીએ દેશની એક્તા અને અખંડિતતા માટે કામ કર્યું.