આજે પીએમ નરેન્દ્ર મોદી 63મી વાર કરશે મન કી બાત, કોવિડ-19 પર રહેશે ફોકસ
પીએમ નરેન્દ્ર મોદી આજે રવિવારે દેશવાસિઓ સાથે મન કી બાત કરશે. વડાપ્રધાનનો આ વર્ષનો ત્રીજો અને કુલ 63મો કાર્યક્રમ હશે. આ વખતે સંબોધનમાં પીએમનું ધ્યાન કોરોના વાયરસ પર હશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 63મી વખત મન કી બાત કરશે. આ વખતે પીએમનું આ વર્ષનું ત્રીજી સંબોધન હશે, જે વિશ્વ ભરમાં ફેલાયેલી મહામારી કોવિડ-19 પર કેન્દ્રીત હશે. દર વખતની જેમ આ વખતે પણ કાર્યક્રમ સવારે 11 કલાકે આકાશવાણી, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ પર પ્રસારિત થશે.
આ વખતે વડાપ્રધાન મોદી પોતાના આ સંબોધનના માધ્યમથી દેશ અને વિશ્વ પર આવેલા કોરોના વાયરસના સંકટ પર લોકોને એકવાર ફરી પ્રેરિત કરવાનું કામ કરશે. આ પહેલા પણ ગંભીર મહામારી પર પીએમ આ કાર્યક્રમથી અલગ રાષ્ટ્રને બે વખત સંબોધિત કરી ચુક્યા ચે. પીએમ મોદીના હિન્દી સંબોધન બાદ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube