કેબિનેટ અને સંગઠનમાં ફેરબદલની અટકળો વચ્ચે પીએમ મોદીની મહત્વની બેઠક, નડ્ડા-શાહ રહ્યાં હાજર
Modi Cabinet Reshuffle: ભાજપમાં ફેરફાર અને કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તરણની અટકળો વચ્ચે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ PM Modi Meeting:ભાજપ સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ પર પાર્ટીના નેતાઓ સાથે ગુરૂવાર (6 જુલાઈ) એ બેઠક યોજી છે. તેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ થયા હતા. પરંતુ નડ્ડા થોડા સમય બાદ બીજા કાર્યક્રમમાં સામેલ થવા માટે જતા રહ્યાં હતા. ત્યારબાદ આશરે ચાર કલાક પીએમ મોદી અને અમિત શાહની બેઠક ચાલી હતી.
છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે. શાહ, નડ્ડા અને પાર્ટીના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે તાજેતરમાં અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી. માનવામાં આવે છે કે ત્રણેય નેતાઓએ આ વર્ષના અંતમાં યોજાનારી તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા કરી હતી.
આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહ, નડ્ડા અને બીએલ સંતોષ વચ્ચે કેબિનેટ ફેરબદલને લઈને વાતચીત થઈ હતી. આ પછી, ત્રણેય નેતાઓએ 28 જૂને પણ પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.
આ પણ વાંચોઃ 2 એકરમાં ફેલાયેલા ખેતરમાં ચોરો ત્રાટક્યા, 60 બોરી ભરી લઈ ગયા 2.5 લાખ રૂપિયાના ટામેટા
ભાજપે સંગઠનમાં આ ફેરફારો કર્યા
પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રીઓની બેઠક બાદ ભાજપે ચાર રાજ્યોમાં પ્રમુખ પદની જવાબદારી આપી છે - ઝારખંડમાં બાબુલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ, આંધ્રપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી પુરંદેશ્વરી અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને તેલંગણાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
સૂત્રો પ્રમાણે ભાજપ દલદી છ અન્ય રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરશે. આ રાજ્ય કર્ણાટક, ગુજરાત, કેરલ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર છે.
મંત્રીઓની જેપી નડ્ડા સાથે મુલાકાત
કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે BJP પ્રમુખ નડ્ડાએ મંગળવાર (4 જુલાઈ) અને બુધવારે (5 જુલાઈ)ના રોજ અનેક કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. છેલ્લા બે દિવસમાં નડ્ડા સાથે મુલાકાત કરનારાઓમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube