નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના બીજા કાર્યકાળના પ્રથમ બજેટ પહેલા નાણા અને અન્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે દરમિયાન નબળી પડેલી અર્થવ્યવસ્થાને ગતી આપવા અને રોજગાર સર્જનને ધ્યાનમાં રાખી સરકારે 100 દિવસના એજન્ડાને અંતિમ રૂપ આપવા પર ભાર મુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ભારત પહોંચ્યું 'મહા કમ્પ્યૂટર', વિશેષતાઓ જાણીને રહી જશો દંગ


સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન આવાસ પર થયેલી આ બેઠકમાં નાણા મંત્રાલયના બધા 5 સચિવો ઉપરાંત કેટલાક અન્ય મંત્રાલયના અધિકારી અને નીતિ આયોગના મુખ્ય અધિકારી હાજર રહ્યાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઓછામાં ઓછા સમયમાં દેશને 5 હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય ધ્યાનમાં રાખી સરકારના 5 વર્ષનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.


વધુમાં વાંચો:- પુલવામાઃ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 8 નાગરિક ઘાયલ


માનવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં ખેડૂતોની આવક બમણી કરવા, વડાપ્રધાન કિસાન સન્માન નિધિ, વડાપ્રધાન આવસ યોજના, દરેકને પીવાનું પાણી, વીજળી તેમજ વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજનાઓની ભવિષ્યની રૂપરેખા પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.


કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને જોતા ગત સપ્તાહ મોદીએ કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુધારાઓ કરવા, ખાનગી રોકાણ વધારવા, ખેડૂતોને બજારમાં સપોર્ટ મળી રહે અને લોજિસ્ટિક્સ સિસ્ટમના સમારકામ પર ભાર આપવાની વાત કરી હતી.


વધુમાં વાંચો:- ગુરૂગ્રામઃ હુડા સિટિ સેન્ટર મેટ્રો સ્ટેશન પર મહિલા સામે નિર્લજ્જ યુવકે કર્યું કંઈક એવું કે...


વડાપ્રધાન મોદી કદાચ તમામ વિભાગો સાથે સુધારાના માળખા પર વિચાર કર્યો જેથી દેશમાં વ્યાપાર કરવાની વ્યવસ્થાઓ વધુ સરળ બનાવી શકાય અને અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ ધપાવી શકાય.


સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં આવકમાં વધારો તથા સુધારા દ્વારા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની વૃદ્ધિની ગતી વધારવાના પગલાઓ અંગે શક્ય ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2018-19માં જીડીપીનો વૃદ્ધિ દર ઘટીને 6.8 ટકા પર આવી ગયો છે જે તેના પાંચ વર્ષનું નીચલું સ્તર છે.


વધુમાં વાંચો:- Viral VIDEO : ચેન્નાઈમાં બસની છત પરથી એકસાથે 20થી વધુ વિદ્યાર્થી નીચે પડ્યા!


આંકડાઓ અનુસાર ફુગાવો ભારતીય રિઝર્વ બેંકના સંકોષજનક સ્તરના દાયરામાં છે, પરંતુ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5.8 ટકાના 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગયો હતો. આ સાથે, ભારત હવે વિકાસ દરમાં ચીનથી પાછળ છે.


નાણાકીય વર્ષ 22019-20ના સંપૂર્ણ બજેટ 5 જૂલાઇના રોજ રજૂ કરવામાં આવશે. મોદીએ તે પહેલા ટોચના અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. આ ચર્ચાઓને બજેટમાં સામેલ કરવામાં આવી શકે છે.


વધુમાં વાંચો:- સ્પીકરની ચૂંટણીમાં બિરલાને ટેકો આપશે UPA, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે નિર્ણય નહીં


માનવામાં આવી રહ્યું છે કે, મોદીના નેતૃત્વમાં નવી સરકાર, જ્યાં ઉત્પાદનમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે અને તેઓ આગામી બજેટમાં ખેતી ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ લાવવા અને ખેડૂતોની આવક વધારવાના પગલા ઉઠાવશે.


નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં પ્રસ્તાવ મુકવા માટે, અર્થવ્યવસ્થાની ધીમી ગતિ, ફસાયેલા દેવામાં વૃદ્ધિ અને બિન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની રોકડ કટોકટી જેવી નાણાકીય ક્ષેત્રની મુશ્કેલીઓ, રોજગાર નિર્માણ, ખાનગી રોકાણ, નિકાસ પુનર્જીવન અને કૃષિ સંકટ સહિત અન્ય મુદ્દાઓનો ઉકેલવા માટે પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...