નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે ઓલિમ્પિકમાં ભાગ લઈને પાછા ફરેલા ખેલાડીઓની મેજબાની કરી હતી. પીએમ નિવાસ સ્થાને નાશ્તા સાથે મોદીએ ખેલાડીઓ સાથે સારી એવી વાતચીત કરી. ઓલિમ્પિકના અનુભવો વિશે જાણ્યું, પસંદગીની વસ્તુઓ વિશે પૂછ્યું અને પોતાની વાત પણ કરી. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાને પીએમ મોદીએ પૂછ્યું કે તેમણે  આટલા લાંબા અંતર સુધી ભાલો ફેંક્યો કેવી રીતે. પીવી સિંધુએ તેમને બેડમિન્ટન રેકેટ ગિફ્ટ કર્યું તો પીએમ મોદીએ કહ્યું કે હું તેની હરાજી કરાવીશ. બોક્સિંગમાં બ્રોન્ઝ જીતનારી લવલીનાએ પીએમ મોદીને ગ્લોવ્સ ભેટ કર્યા. આવો જાણીએ પીએમ મોદીએ ખેલાડીઓ સાથે શું વાતચીત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ નીરજ ચોપરાને પૂછ્યા આ સવાલ
પીએમ મોદીએ નીરજ ચોપરા સાથે હળવાશની પળો માણી. તેમણે કહ્યું કે વિજય તમારા માથે ચડી જતો નથી, પરાજય તમારા મનમાં બેસતો નથી. બંને ચીજો ખુબ જરૂરી છે. મે જ્યારે પણ તમારી સાથે વાત કરી છે, ત્યારે દર વખતે બેલેન્સ ચીજો જોઈ છે. નીરજે જણાવ્યું કે અમે 12 લોકો હોઈએ છીએ, ફાઈનલમાં સાથે રમીએ છીએ, અમારે અમારા પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું હોય છે. કોશિશ એ રહે છે કે બીજાના પરફોર્મન્સ પર ધ્યાન ન આપો, તેમના પરફોર્મન્સથી નર્વસ પણ ન થાઓ. 



અટલજીનો કિસ્સો યાદ કર્યો
પીએમ મોદીએ નાશ્તામાં નીરજને તેમનું પસંદગીનું ચૂરમું ખવડાવ્યું. ત્યારબાદ મજાકિયા અંદાજમાં કહ્યું કે પરંતુ આ તમારું ચૂરમું તમને ખુબ પરેશાન કરવાનું છે. માની લો... પછી પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સંલગ્ન એક કિસ્સો સંભળાવ્યો. આ કિસ્સા વિશે જણાવતા તેમણે કહ્યું કે અટલજી પહેલા પાર્ટીનું પણ કામ કરતા હતા તો ખુબ આવવા જવાનું થતું હતું. અનેક પરિવારોમાં ખાવાનું પણ થતું હતું. કોઈ પરિવારમાં ભોજન માટે ગયા હતા. બાદમાં મીડિયાવાળા પહોંચી ગયા તો તેમણે જણાવ્યું કે ગુલાબ જાંબુ ખુબ સારા હતા. હવે તો ખબર આખા દેશમાં છપાઈ ગઈ. પછી અટલજી જ્યાં જતા હતા ત્યાં દરેક જગ્યાએ ગુલામ જાંબુ ....પછી તો ખુબ કંટાળી ગયા. એક સર્ક્યુલર બહાર પડ્યો કે અટલજી આવશે તો ગુલાબ જાંબુ નહીં, કઈ બીજુ પણ ખવડાવજો. 



પી વી સિંધુને ખવડાવ્યો આઈસ્ક્રિમ



નીરજ ચોપરાને પૂછ્યું કે આટલી દૂર ભાલો કેવી રીતે ફેંક્યો?
નીરજે પીએમ મોદીને એક ભાલો ભેટ કર્યો. તેમણે હાથમાં લઈને મોદીએ સવાલ કર્યો કે આટલે દૂર સુધી ભાલો ફેંક્યો કેવી રીતે?


રવિ દહિયાને પૂછ્યા છેલ્લી સેકન્ડ્સના હાલ
બીજા ટેબલ પર જઈને પીએમ મોદીએ રેસલર રવિ દહિયાને પૂછ્યું કે છેલ્લી પળોમાં કેવી રીતે કમાલ કરી નાખ્યો. ત્યારબાદ પીએમ મોદીએ પૂછ્યું કે હરિફ પહેલવાને કયા હાથમાં બચકું ભર્યું...તમે આમ છતાં ડટી રહ્યા. પીએમ મોદીએ એમ પણ પૂછ્યું કે આવું કરવા બદલ પહેલવાન પર એક્શન લેવાય છે કે નહીં. મોદીએ દહિયાને એક ફરિયાદ પણ કરી. કહ્યું કે હરિયાણાનો કોઈ પણ વ્યક્તિ હોય, તે દરેક ચીજમાં કઈને કઈ એવી કમેન્ટ કરશે કે તમે હસી પડશો. રવિને મારી ફરિયાદ છે કે તમારું મન કરે છે કે ગોલ્ડ લઈને આવું, ન આવ્યો...પરંતુ પોડિયમ પર તો હસતા જોવા મળત યાર...આ શું વાત છે.


મીરાબાઈ ચાનુને મળ્યા પીએમ મોદી, કરી વાતચીત



બજરંગ પુનનિયાને પૂછ્યું, પટ્ટી ખોલવાનો નિર્ણય કેવી રીતે લઈ લીધો.
પીએમ મોદીએ બજરંગ પુનિયાને પૂછ્યું કે બજરંગી...તમારા પગમાં આટલી ઈજા થઈ, છતાં રમતા રહ્યા...પટ્ટી ખોલવાનો નિર્ણય તમે કેવી રીતે લઈ લીધો? પુનિયાએ કહ્યું કે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું હોય છે. તો મે વિચાર્યું કે અત્યારે પગ તૂટી પણ જાય તો શું, મેડલ તો જીતી લઈશ. ગોલ્ડ ન આવ્યો તેની ભરપાઈ 2024માં કરવાની કોશિશ કરીશ. 


ઓલિમ્પિક ખેલાડીઓ સાથે પીએમ મોદીએ હળવાશની પળો માણી, કરી આ પ્રેરણાદાયી વાતો...