નવી દિલ્હી : ગણતંત્ર દિવસ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એટ હોમ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. મોદીની આ નેતાઓ સાથેની મુલાકાત ખુબ જ સૌહાર્દપુર્ણ રહી હતી. ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ રહેલા 10 આશિયાન દેશોના શાસનાધ્યક્ષોનાં સન્માનમાં રાષ્ટ્રપતિ દ્વારા આ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભણાં વડાપ્રધાન મોદીને હાથ જોડીને પુર્વવડાપ્રધાન સિંહ અને તેમની પત્ની પાસે જતા જોવાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ રાજપથ પર આયોજીત ગણતંત્ર દિવસ પરેડમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના છઠ્ઠી કતારમાં બેસવા મુદ્દે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવનમાં બંન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે રાહુલે ચોથી લાઇનમાં સ્થાન ગ્રહણ કર્યું હોવાની તસ્વીર સામે આવી હતી. તે મુદ્દે પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સમારંભ દરમિયાન રાહુલ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદ સાથે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા.


કોંગ્રેસનાં એખ નેતાએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ અધ્યક્ષને પહેલી પંક્તિમાં નહી બેસવા દેવાનું પગલું લઇને મોદી સરકાર ખુબ જ સસ્તી રાજનીતિ કરી રહી છે. રાષ્ટ્રપતિનાં એટ હોમ કાર્યક્રમમાં આસિયાન દેશોનાં શાસનાધ્યક્ષો ઉપરાંત દેશનાં ગણમાન્ય લોકોએ પણ હિસ્સો લીધો હતો. આશિયાન દેશોમાં થાઇલેન્ડ, વિયતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપીન, સિંગાપુર, મ્યાનમાર, કંબોડિયા, લાઓસ અને બ્રૂનેઇનો સમાવેશ થાય છે.