નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થોમસ કપના વિજેતાઓને મળ્યા હતા. તેમણે ખેલાડીઓને જણાવ્યું છે કે તમે ભારતના રાષ્ટ્ર ધ્વજનું માન અનેક ઘણું વધારી દીધું છે. ભારતે ઘણા વર્ષો બાદ થોમસ કપ જીત્યો છે. મને તમારા બધા પર ગર્વ છે. આ કોઈ નાની જીત નથી. થોમસ કપમાં દાયકાઓ પછી ભારતનો રાષ્ટ્ર ધ્વજ લહેરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM નરેન્દ્ર મોદીએ થોમસ કપ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડીઓને કહ્યું, 'હું દેશ વતી સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ કોઈ નાની સિદ્ધિ નથી. કોઈપણ ટૂર્નામેન્ટમાં કોઈપણ નિર્ણાયક મેચ શ્વાસ અદ્ધર કરનાર હોય છે. તેના પર ખેલાડીઓએ કહ્યું કે મેચ પ્રથમ હોય કે છેલ્લી અમે હંમેશા દેશની જીત જોઈ છે. પીએમ મોદીએ કહ્યું કે હજુ ઘણું રમવાનું અને જીતવાનું બાકી છે. દેશ માટે રમવાનું છે અને ખીલવાનું છે. તમારી જીત પર દેશને ગર્વ છે.


નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે થોમસ કપ જીતીને ઇતિહાસ રચનારા ભારતીય બેડમિન્ટન ખેલાડીઓને તેમના સત્તાવાર નિવાસસ્થાન '7 લોક કલ્યાણ માર્ગ' પર મળ્યા હતા. પીએમ ઉબર કપ જીતનાર ભારતીય બેડમિન્ટન ટીમને પણ મળ્યા હતા. થોમસ કપ અને ઉબર કપ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'હું દેશ વતી સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ કોઈ નાની સિદ્ધિ નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube