PM MODI World Leader : પીએમ નરેન્દ્ર મોદી આવતા વર્ષે વડાપ્રધાન તરીકે તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકોનો વિશ્વાસ પીએમ પ્રત્યે હજુ પણ એવો ને એવો જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશોમાં પણ ભારતનું કદ વધ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કેન્દ્રમાં બે ટર્મથી સત્તા પર રહેલી પીએમ નરેન્દ્ર મોદીની સરકાર પ્રત્યે દેશના લોકોનું વલણ શું છે. પ્યુઝ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ પીએમ મોદી આવતા વર્ષે ફરી લોકસભા ચૂંટણી જીતવાના છે. 10માંથી 8 ભારતીયોને હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે. લોકો માને છે કે વિશ્વમાં ભારતનું કદ છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યું છે.


ભારતમાં આયોજિત થનારી G20 કોન્ફરન્સના એક અઠવાડિયા કરતાં થોડો સમય પહેલાં મંગળવારે આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. વિશ્વના કુલ 23 દેશોમાં 30,861 લોકો પર કરવામાં આવેલા આ સર્વે દરમિયાન 20 ફેબ્રુઆરી 2023 થી 22 મે 2023 વચ્ચે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, 68 ટકા ભારતીય પુખ્ત વયના લોકો માને છે કે વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. 55 ટકા લોકોની વિચારસરણી પીએમ મોદી માટે અનુકૂળ છે. તેઓ આવતા વર્ષે સામાન્ય ચૂંટણી દરમિયાન પીએમ મોદીને ફરીથી દેશની સત્તા સંભાળતા જોવા માંગે છે.


દસમાંથી લગભગ સાત ભારતીયોએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં વિશ્વમાં દેશનો પ્રભાવ વધુ મજબૂત થઈ રહ્યો છે, જ્યારે પાંચમાથી ઓછા લોકો માને છે કે તે નબળો પડી રહ્યો છે. અમેરિકા ઉપરાંત કેનેડા, ઈટાલી, જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈન્ડોનેશિયા વગેરે 23 દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો છે. અહીં 28 ટકા લોકો માને છે કે વિશ્વમાં ભારતનું કદ હવે વધી ગયું છે. આ 23માંથી 12 દેશોના 32 ટકા લોકો એવું પણ માને છે કે વડાપ્રધાન મોદી વૈશ્વિક સ્તરે યોગ્ય નિર્ણયો લે છે.