PM Modi Birthday : ત્રીજીવાર દેશની ધુરા સંભાળનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 74 વર્ષના થયા છે. સાફ-સ્વચ્છ રાજકીય છબી ધરાવતા પ્રધાનમંત્રી સંઘર્ષો બાદ આ મુકામ પર પહોંચ્યા છે. ખુદને ચાવાળા ગણાવતા પીએમ મોદીએ પોતાનું શરૂઆતનું જીવન કપરા સંઘર્ષોમાંથી પસાર કરીને વિતાવ્યું છે. આરએસએસ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં મહત્વની જવાબદારી નિભાવીને આ મુકામ પર પહોંચ્યા. ત્યારે લોકો તેમના વિશે તમામ માહિતી જાણવા માટે આતુર હોય છે. લોકસભાની 2024 ની ચૂંટણીમાં તેઓએ પોતાની સંપત્તિ વિશે ખુલાસો કર્યો હતો. 


  • લોકસભા ચૂંટણી 2024 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 3.02 કરોડ રૂપિયા  

  • નરેન્દ્ર મોદીએ 2.67 લાખ રૂપિયાના સોનામાં અને 9.12 લાખ રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ  

  • પીએમ નરેન્દ્ર મોદી પાસે કોઈ જમીન, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી

  • મોદીએ જાહેર કર્યું છે કે તેમની સામે કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી છે પીએમ મોદીની સંપત્તિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 માં પોતાની એફિડેવિટમાં કુલ સંપત્તિ 3.02 કરોડ રૂપિયા બતાવી છે. પ્રધાનમંત્રીની સંપત્તિમાં ચળ સંપત્તિ અને અચળ સંપત્તિ બંનેનો સમાવેશ થાય છે. સાથે જ તેમના ઈન્વેસ્ટમેન્ટ પણ સામેલ છે. વર્ષ 2019 અને 2014 માં તેમણે કરેલી સંપત્તિની જાહેરાતની સામે તેમની સંપત્તિમાં વધારો થયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા રિપોર્ટ કરાયેલા આંકડા અનુસાર, વર્ષ 2019 માં તેમણે 2.51 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જ્યારે વર્ષ 2014 માં તેમણએ 1.66 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. 


શરીરની ચામડી ઉતારી દે તેવા ભયાનક રોગની ગુજરાતમાં એન્ટ્રી, જુનાગઢમાં દેખાયો પહેલો કેસ


મોદી પાસે કેટલું સોનું છે 
પીએમ મોદીના ઈન્વેસ્ટમેન્ટમાં 2.67 લાખ રૂપિયાનું સોનું સામેલ છે. જેમાં ચાર સોનાની અંગુઠીઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં 9.12 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. વર્ષ 2019 માં 7.61 લાખથી એનસીસીમાં કરાયલું આ ઈન્વેસ્ટમેન્ટ લગભગ 2 લાખ રૂપિયા વધી ગયું છે. આ ઉપરાતં તેમની પાસે 2024 ના એફિડેવિટ અનુસાર, બેંકમાં જમા એફડીમાં 2.85 કરોડ રૂપિયા છે. જોકે, ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી પાસે કોઈ જમીન કે શેર નથી. ન તો તેમની પાસે મ્યુચ્યઅલ ફંડ માં ઈન્વેસ્ટમેન્ટ છે. મોદીની પાસે 52,920 રૂપિયા કેશ છે. જે તેમના દ્વારા આપવામા આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું. 


પીએમ મોદીએ જાહેર કર્યું છે કે તેમની પાસે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી છે. સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે તેઓ દિલ્હી યુનિવર્સિટી (1978)માંથી આર્ટ્સમાં સ્નાતક છે. સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે 1967માં ગુજરાત બોર્ડમાંથી એસએસસીની પરીક્ષા પાસ કરી હતી. મોદીએ જાહેર કર્યું છે કે તેમની સામે કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી અને તેમની પાસે કોઈ સરકારી લેણાં નથી.


નામી બિલ્ડર મિલાપ શાહના સગીર દીકરાએ પૂરઝડપે મર્સિડીઝ હંકારી અકસ્માત કર્યો, CCTV