નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ 2019ની ચૂંટણી માટે વડાપ્રધાન મોદીએ અજેય ભારત, અટલ ભાજપનો નવો નારો પણ આપ્યો. ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી. વડાપ્રધાન મોદીએ સભ્યોને સલાહ આપતા કહ્યું કે, પબ્લિસિટી માટે કંઇ પણ બોલવાનું ટાળવું જોઇએ. માત્ર પ્રવક્તાએ જ મીડિયા સાથે વાત કરે. આપણી સાથે લડનાર છુટા છવાયો વિપક્ષ એક થઇ રહ્યો છે આપણી ઉપલબ્ધી છે. ભાજપ કાર્યકર્તાઓ તર્કથી કોંગ્રેસના અસત્યનો પર્દાફાશ કરે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ  ‘आओ मिलकर कमल खिलाएं’નો સંકલ્પ લેતા ભાજપે રવિવારે 2019ની ચૂંટણી જીતવા માટે ભાજપ પાસે નેતા, નીતિ અને રણનીતિ છે. જ્યારે હતાશ વિપક્ષ નકારાત્મક રાજનીતિ કરવામાં લાગેલો છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના બીજા દિવસે વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું કે બેઠકમાં વરિષ્ટ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું કે બેઠકમાં વરિષ્ઠમંત્રી રાજનાથ સિંહે એક રાજનીતિક પ્રસ્તાવ મુક્યો જેને કાર્યસમિતીએ પાસ કર્યો. આ પ્રસ્તાવમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન પુર્ણ થશે. 

વર્ષ 2019માં જીતનો દાવો કરતા તેમણે કહ્યું કે, અમારી પાસે કાર્યક્રમ છે, નીતિ છે, નેતા છે અને રણનીતિ છે. જ્યારે વિપક્ષ પાસે ન કોઇ નેતા છે, ન કોઇ નીતિ અને ન તો કોઇ રણનીતિ છે. ભાજપે વજન સાથે કહ્યું કે હતાશ વિપક્ષ નકારાત્મક રાજનીતિ કરી રહ્યો છે.

જ્યારે આવો સૌ સાથે મળીને કમળ ખીલવીએ.ભાજપ નેતાએ કહ્યું કે, 2015 પછીથી ભાજપે 15 ચૂંટણીઓ જીતી છે અને કોંગ્રેસ માત્ર 3 રાજ્યોમાં  સમેટાઇ ચુકી છે, માટે સત્તા પ્રાપ્ત કરવા માટેવિપક્ષ પરેશાન છે. માટે જ તેઓ મહાગઠબંધન જેવો વિકલ્પ શોધી રહ્યું છે. વિપક્ષ પાસે કોઇ મોદી જેવા નેતા પણ નથી માટે તેઓ કોઇ જીત કે તેવા મિશન પર નહી પરંતુ મોદી રોકો મિશન પર છે .માટે જ તમામ વિપક્ષ અનૈતિક ગઠબંધનની વાતો કરી રહ્યા છે.