Modi Cabinet minsiters list: નરેન્દ્ર મોદીએ આજે ​​શપથ લેતા પહેલા તમામ ભાવિ મંત્રીઓને ચાય પે ચર્ચા માટે મળ્યા અને તેમને એક મોટો સંદેશ આપ્યો છે. ચા પર ચર્ચામાં પીએમ મોદીએ તમામ સંભવિત મંત્રીઓને તેમની સરકારનો એજન્ડા સમજાવ્યો હતો. આ રીતે નરેન્દ્ર મોદીએ બધાને જણાવ્યું છે કે સરકારના શપથગ્રહણ પછી તમારે સૌથી પહેલા શું કામ કરવાનું છે. પીએમ મોદીએ કહ્યું, 'મંત્રાલયનો કાર્યભાર સંભાળતાની સાથે જ તમારે બધાએ કામ શરૂ કરવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 દિવસની રૂપરેખા
તેની સાથે નરેન્દ્ર મોદીએ તમામ ભાવિ મંત્રીઓને 100 દિવસના કાર્યયોજના વિશે આઈડિયા આપી દેવામાં આવ્યો છે. મંત્રીઓએ જમીન પર ઉતરવું પડશે, અને તેમાં પેડિંગ યોજનાઓને પુરી કરવાની સાથે જે વિભાગ મળશે તેમણે યોગ્ય રીતે પ્રાધાન્ય આપવું પડશે. જેથી લોકોનો જે ભરોસો એનડીએ પર બનેલો છે તેણે વધુ મજબૂત કરી શકાય.


લોકોનો ભરોસો જીતવાનો છે
શપથ પહેલા પોતાના સંભવિત મંત્રીઓ સાથે ચર્ચામાં પીએમ મોદીએ પોતાની સરકારના એજન્ડા બધાની સામે રાખ્યા છે. નરેન્દ્ર મોદીએ પોતાના ક્લાસમાં કહ્યું કે તમામ લોકોએ કોઈ પણ સ્થિતિમાં જનતાનો ભરોસો જીતવાનો છે. એના માટે તમારે જોરદાર મહેનત કરવી પડશે.


અનુભવી નેતાઓ અને ફ્રેશર્સનો સામંજસ્ય
તમને જણાવી દઈએ કે આ કેબિનેટમાં અનુભવી ચહેરાઓને લઈને ફ્રેશર્સને પણ મોદી કેબિનેટમાં મોકો આપવામાં આવી રહ્યો છે. નવા અને જૂના ચહેરાઓમાં સંતુલન બનાવી રાખવા માટે જાતિય સમીકરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કેબિનેટમાં પીએમ મોદીએ પોતાની પાસે અને સારા વર્ક રિપોર્ટવાળા નેતાઓને મોકો આપ્યો છે. રક્ષા ખડસે જેવા યુવા ચહેરાઓ અને ફ્રેશર્સને સ્થાન આપવામાં આવ્યું છે.


પીએમ મોદીએ કહ્યું છે કે શપથ ગ્રહણ બાદ તમામે 24 કલાક દિલ્હીમાં રોકાવાનું છે. જેથી જરૂરિયાત પડે તો અન્ય બેઠકોમાં ભાગ લઈ શકાય. યૂપીથી આઠ સાંસદોને મોદી કેબિનેટમાં સામેલ કર્યા છે.