Modi oath ceremony When and where to watch live: નરેન્દ્ર મોદી આજે (9 જૂન) ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારોહની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના શપથ સાથે જ એનડીએ સરકારનો ત્રીજો કાર્યકાળ અને નવો કાર્યકાળની ઔપચારિક રીતે શરૂ થશે. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે 5 વાગ્યાથી મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. શપથ ગ્રહણ સાંજે 7:15 વાગ્યે શરૂ થશે અને લગભગ 8:30 વાગ્યા સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શપથ લેવડાવશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Modi Oath Live: મોદીનો શપથગ્રહણ સમારોહ- ક્યારે અને ક્યા જોઈ શકશો લાઈવ
શપથગ્રહણ સમારોહને ભારતના રાષ્ટ્રપતિના યૂટ્યૂબ ચેનલ અને એક્સ એકાઉન્ટ પર પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. સમારોહનું સીધું પ્રસારણ સાંજે 7.15 વાગ્યાથી દૂરદર્શન પર કરવામાં આવશે. તેના સિવાય દૂરદર્શનની યૂટ્યૂબ ચેનલ ઉપર પણ લાઈવ શપથગ્રહણ સમારોહ જોઈ શકશો. તેના સિવાય મોદીના શપથગ્રહણને તમે Zee News ચેનલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર લાઈવ જોઈ શકશો.


શપથગ્રહણ માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત 
શપથગ્રહણ સમારોહ માટે રાજધાની દિલ્હી થ્રી ટિયર સિક્યોરિટી રહેશે. દિલ્હી પોલીસના 3 હજાર સ્ટાફ અને પૈરામિલેટ્રી ફોર્સની 15 કંપનીઓ તૈનાત રહેશે. NSG, SPG અને ઈન્ટેલિજેન્સ વિંગના ઓફિસર પણ તૈનાત રહેશે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. નવી દિલ્હી બોર્ડરમાં આવનાર તમામ રસ્તોઓ પર કડક સુરક્ષા છે અને સમગ્ર વિસ્તાર પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. હાઈ સિક્યોરિટી ઝોનમાં સામાન્ય વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ છે. વિદેશી મહેમાન જે હોટલોમાં રોકાશે, ત્યાંથી લઈને આસપાસના વિસ્તારોમાં પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


મોદી 3.0 કેબિનેટમાં કોણ કોણ બની શકે છે મંત્રી
નરેન્દ્ર મોદી તેમના ત્રીજા કાર્યકાળ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ હવે સવાલ એ છે કે પીએમ મોદીની કેબિનેટ અને મંત્રાલયમાં કોને સ્થાન મળશે. કઈ પાર્ટીને કેટલી સીટો જશે? આ તો નક્કી થઈ ગયું છે, પરંતુ કયા પક્ષના સાંસદ કેન્દ્રની ખુરશી સુધી પહોંચશે તે તો આજે સાંજે જ નક્કી થશે. જે સંભવિત નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે -રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ, એસ જયશંકર, ભૂપેન્દ્ર યાદવ, રાવ ઈન્દ્રજીત, કિરેન રિજુજુ, સર્વાનંદ સોનોવાલ, પ્રફુલ પટેલ, જયંત ચૌધરી, ચિરાગ પાસ , જીતન રામ માંઝી , રામવીર વિધુરી , જીતેન્દ્ર સિંહ , લલન સિંહ , રામનાથ ઠાકુર કે દિલેશ્વર કામત , સુનીલ કુમાર , અનુપ્રિયા પટેલ , શ્રીકાંત શિંદે , કમલજીત શેરાવત કે બાંસુરી સ્વરાજ , ગિરિરાજ સિંહ , પંકજ ચૌધરી , સુરેશ ગોપી , રાજકુમાર ચૌધરી , શિવરાજસિંહ ચૌધર , જ્યોતિરાદિત્ય સિંધિયા, જી કિશન રેડ્ડી, ઇટાલા રાજેન્દ્રન, તેજસ્વી સૂર્ય, પ્રહલાદ જોશી, અર્જુન રામ મેઘવાલ, ગોપાલ જી ઠાકુર, જનાર્દન સિગ્રીવાલ અથવા રાજીવ પ્રતાપ રૂડી અને નિત્યાનંદ રાય. આ સાથે પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, આંધ્ર પ્રદેશ ભાજપ અને જેડીએસના સાંસદોને પણ તક મળી શકે છે.