નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ભોપાલના જંબૂરી મેદાનમાં ભાજપ કાર્યકર્તા મહાકુંભનું આયોજન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષના તમામ ટોચના નેતાઓ આ ક્રાયક્રમના મંચ પર એકઠા થયા હતા અને ચૂંટણીનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું હતું. 10 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ પક્ષના અધ્યક્ષ અમિત શાહની પ્રશંસા કરતા જણાવ્યું કે, દેશનાં તમામ નાના-મોટા પક્ષોએ તેમની પાસેથી કામ કરવાની પદ્ધતિ શીખવી જોઈએ. આ સાથે જ વડા પ્રધાન મુખ્યમંત્રી શિવરાજ સિંહને રાજ્યના વડા તરીકે યોગ્ય નેતૃત્વ કરનારા વ્યક્તિ જણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાન મોદીએ ભારત-માતાનો જયકાર બોલાવા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, પ્રદેશને બીમારૂ રાજ્યની શ્રેણીમાંથી બહાર લાવવામાં સીએમ શિવરાજ સિંહનું યોગ્ય નેતૃત્વ અને મહેનત કામ લાગી છે. 



પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાસેથી દેશના તમામ પક્ષોએ બોધપાઠ લેવો જોઈએ કે તેઓ કેટલી મહેનત કરે છે. તેમના માર્ગદર્શનમાં ભાજપને દુનિયાના સૌથી મોટા પક્ષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વડાપ્રધાન મોદીના મોઢે
 પ્રશંસા સાંભળીને મંચ પર પક્ષના અધ્યક્ષ અમિત શાહની છાતી ગદગદ થતી હતી.


વિશ્વના સૌથી મોટા પક્ષ હોવું ગર્વની બાબત
મહાકંભુમાં આવેલા કાર્યકર્તાઓ અને મંચ પર હાજર ભાજપના નેતાઓનો સંબોધિત કરતા મોદીએ જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા પક્ષ હોવું એ ગર્વની બાબત છે. મારી નજર જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી મને ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર આપણા કાર્યકર્તાઓ દેખાઈ રહ્યા છે. આપણે એક માત્ર પક્ષ છીએ જે માનવતાના મુદ્દાને લઈને રાજનીતિમાં કામ કરી રહ્યા છીએ. 



વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, આપણે કેટલા નસીબદાર છીએ, આપણે કોણ જાણે કયા પુણ્ય કર્યા હશે કે આપણને આ પાર્ટી (ભાજપ)ના માધ્યમથી માં ભારતીની સેવા કરનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જયંતી પર બોલતા વડા પ્રધાને જણાવ્યું કે, તેમનું જીવન આપણા માટે પ્રેરણા છે. મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને દીન દયાલ ઉપાધ્યાય આપણા મહાપુરુષ છે અને ત્રણેય આપણને કબુલ છે. 



કોંગ્રેસના શાસનને બદતર જણાવ્યું 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે, બાજપના કરોડો કાર્યકર્તાઓ માટે સંકલ્પ લેવાનો દિવસ છે. હું શવિરાજ સિંહને આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યો હતો. તેઓ એક પણ કાગળ વગર રાજ્યની યોજનાઓ જણાવી રહ્યા હતા. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે. રાહુલ બાબા સ્વપ્ન જોવામાં કશું ખોટું નથી. કયા આધારે પ્રજા પાસે વોટ માગશો. દિગ્વિજયનો શાસનકાળ તો બદથી બદતર હતો.