`અમે કહ્યું હોત કે બધા હિન્દુ એક થઈ જાઓ, તો અમને EC ની 8-10 નોટિસ મળી ગઈ હોત`
પશ્ચિમ બંગાળ (West Bengal) માં એકબાજુ જ્યાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યાં બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૂચબેહારમાં ચૂંટણી સભા સંબોધિત કરી.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) માં એકબાજુ જ્યાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યાં બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૂચબેહારમાં ચૂંટણી સભા સંબોધિત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીમાં મમતા બેનર્જી પર નિશાન સાધ્યું અને મુસ્લિમ વોટબેન્કના નામ પર મત માંગવાનો આરોપ પણ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે જો અમે એવું કહ્યું હોત ચૂંટણી પંચની નોટિસ પણ આવી ગઈ હોત. પીએમ મોદીએ કહ્યું કે બે વર્ષ પહેલા ટીએમસીએ અહીં રેલીમાં અડિંગો લગાવ્યો હતો, પરંતુ હવે ક્યાંય ટીએમસી જોવા મળતી નથી.
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે મમતા બેનર્જીને ખુલ્લેઆમ મુસ્લિમોના મત માંગવા પડી રહ્યા છે. જે દેખાડે છે કે મુસ્લિમ મતબેન્ક તમારા હાથમાંથી છટકી ગઈ છે. પરંતુ મમતા બેનર્જીને ચૂંટણી પંચની નોટિસ આવી નહીં. પરંતુ જો અમે કહ્યું હોત કે બધા હિન્દુઓ એક થઈ જાઓ અને ભાજપને મત આપો તો અમને ચૂંટણી પંચની નોટિસ આવી જાત. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ તમામ મુસલમાનોને એક થઈ જવાની વાત કરી હતી.
રેલીમાં પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે હવે દીદી ઈવીએમને પણ ગાળ આપી રહ્યા છે, પરંતુ તમે તે ઈવીએમના કારણે જીત્યા હતા ત્યારે કશું થયું નહતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે તમે ચૂંટણી હારી ચૂક્યા છો. પીએમ મોદીએ કહ્યું કે મમતા બેનર્જી કહે છે કે લોકો પૈસા લઈને ભાજપની રેલીમાં આવી રહ્યા છે. દીદી બંગાળના લોકોનું અપમાન કરે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube