નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 મેના રોજ કેદરનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ ધામના દર્શન માટે પહોંચવાના છે. શનિવારે પીએમ મોદી કેદારનાથમાં રહેશે. આ બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના સોમનાથ પહોંચવાના છે. ડી.જી. લો એન્ડ ઓર્ડર અશોક કુમારે જણાવ્યું કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. પીએમ મોદી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી અહીં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યોની મુલાકાત લેશે. ત્યાર પછી ધ્યાન ગુફામાં જઈને સાધના પણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવાર અને રવિવારે ઉત્તરાખંડ ખાતેના કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાને મંજૂરી આપી દીધી છે. સાથે જ તેણે વડાપ્રધાન કાર્યાલયને યાદ પણ અપાવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2019 માટે લાગુ થયેલી આદર્શ આચારસંહિતા હજુ પણ અમલમાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પીએમ મોદીની બે દિવસની ઉત્તરાખંડ યાત્રા પર ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી. 


3.00 PM : પીએમ મોદીએ ગુફામાં પ્રવેશ કરી લીધો છે અને તેઓ આખી રાત આ ગુફામાં બેસીને ધ્યાન ધરવાના છે. કેદારનાથમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...


ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે 19મેના રોજ યોજાવાનું છે. મતગણતરી 23મેના રોજ યોજાશે અને આ સાથે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે. 


હરીશ રાવતે પીએમ પર કર્યા પ્રહાર
વડાપ્રધાન મોદીના 18 અને 19 એપ્રિલના રોજ બાબા કેદારનાથના પ્રવાસ અંગે કોંગ્રેસના મહામંત્રી હરીશ રાવતે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદી ઉત્તરાખંડમાં પ્રાયશ્ચિત કરવા માટે આવી રહ્યા છે, કેમ કે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવી, હેરાન કરવી પુણ્ય તો નથી. આથી, પીએમના પ્રાયશ્ચિતમાં જો કંઈ માફ કરવા જેવું બચ્યું હશે તો બાબા કેદાર તેમને જરૂર માફ કરી દેશે.


પીએમ મોદીનો કેદારનાથનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ


  • સવારે 9.00થી 9.15 : હેલિકોપ્ટર VIP હેલિપેડ પર લેન્ડ કરશે 

  • સવારે 9.30 : કેદારનાથ મંદીરમાં શરૂ કરશે પૂજા. 

  • સવારે 9.55 : મંદીરના ગર્ભગૃહમાંથી બહાર આવશે અને મંદિરની પરિક્રમા કરશે. 

  • સાંજે 7.30 : ભગવાન કેદારનાથની સાંજની આતરીમાં ભાગ લેશે. 

  • રાત્રે 8.00 : વિશ્રામ માટે પોતાના રાત્રી રોકાણ સ્થળે પાછા આવશે. 

  • 19 મે, સવારે 7.00 : બાબા કેદારનાથના આશિર્વાદ લેશે. 

  • સવારે 7.30 : હેલિપેડથી બદરીનાથ ધામ માટે પ્રસ્થાન કરશે.


[[{"fid":"215714","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


એક ખાસ ગુફામાં ધરશે ધ્યાન 
પીએમ મોદી ધ્યાન ગપફામાં સાધના પણ કરવાના છે. આ ગુફા કેદારનાથ મંદિરથી લગબગ બે કિમી દૂર મંદાકિની નદીની બીજી તરફ આવેલી છે. પર્વતીય શૈલીમાં બનેલી આ ગુફામાં તમામ મૂળભૂત સુવિધાઓ ઉભી કરાઈ છે. લગભગ દોઢ વર્ષ પહેલા 20 ઓક્ટોબર, 2017ના રોજ કેદારનાથ પુનઃનિર્માણ અંતર્ગત 700 કરોડના 5 પ્રોજેક્ટના શિલાન્યાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ધામમાં ધ્યાન ગુફાઓના નિર્માણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાબા કેદારનું ધાન આધ્યાત્મનું કેન્દ્ર છે.


જૂઓ LIVE TV.... 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....