નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 'મન કી બાત' કાર્યક્રમમાં સ્વતંત્ર સેનાની વીર સાવરકરને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વીર સાવરકર પહેલાં વ્યક્તિ હતા જેમણે 1857માં અંગ્રેજો વિરૂદ્ધ ભારતીય વીરોના સંઘર્ષને દેશની આઝાદીની પહેલી લડાઇ કહેવાની હિંમત કરી. પીએમ મોદીએ મન કી બાતમાં કહેલી આ વાતને વીડિયો ટ્વિટ પણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે આ મહિનાની એક યાદ વધુ એક યાદ સાથે જોડાયેલી છે તે છે વીર સાવરકર. 1857માં આ તે જ મહિનો હતો જ્યારે દેશના વીરોએ અંગ્રેજોને પોતાની તાકાત બતાવી હતી. દેશના ઘણા ભાગોમાં આપણા જવાન અને ખેડૂતો પોતાની બહાદુરી બતાવતાં અન્યાયના વિરોધમાં ઉભા રહ્યા હતા.

દુખની વાત એ છે કે આપણે લાંબા સમય સુધી 1857ની ઘટનાઓને ફક્ત વિદ્રોહ અથવા સિપાહી વિદ્રોહ કહેતા રહ્યા. હકિકતમાં ના ફક્ત તે ઘટનાને ઓછી કરીને આંકવામાં આવી પરંતુ તે આપણા સ્વાભિમાનને પણ ઠેસ પહોંચાડવાનો એક પ્રયાસ હતો. આ વીર સાવરકર જ હતા જેમણે નિર્ભીક થઇને લખ્યું કે 1857માં જે કંઇપણ થયું તે કોઇ વિદ્રોહ ન હતો પરંતુ આઝાદીની પહેલી લડાઇ હતી. વીર સાવરકર સહિત લંડનમાં ઇન્ડીયા હાઉસના વીરોને તેની વર્ષગાંઠ ધૂમધામથી ઉજવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube