PM મોદીએ જન્મજયંતિ પર અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ, ક્રિસમસની આપી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશના લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી છે. સાથે અન્ય ટ્વીટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ જીને યાદ કરી તેમને નમન કર્યા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત કદ્દાવર નેતા અટલ બિહારી વાજયેપીને જન્મજયંતિ પર તેમને યાદ કર્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યુ, 'આદરણીય અટલ જીને તેમની જયંતિ પર કોટિ-કોટિ નમન.' આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી અને પંડિત મદન મોહન માલવીયને તેમની જયંતિ પર નમન કર્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ- આદરણીય અટલ જીને તેમની જયંતિ પર કોટિ-કોટિ નમન. અમે રાષ્ટ્ર માટે તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. તેમની વિકાસની પહેલે લાખો ભારતીયોને સકારાત્મક રૂપથી પ્રભાવિત કર્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube