નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને તેમની 70મી જન્મજયંતિ પર યાદ કરતા સોશિયલ મીડિયા પર એક કિસ્સો શેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂની ઘટના કરી યાદ
પીએમ મોદીએ લખ્યું કે 'અત્યારે હું જલંધરથી રેલી કરીને પરત ફરી રહ્યો છું. આજે સુષ્માજીની જન્મજયંતિ છે. મને અચાનક તેમની સાથે જોડાયેલી એક બહુ જૂની ઘટના યાદ આવી ગઈ, તેથી વિચાર્યું કે તમારી સાથે શેર કરું.



પચીસ વર્ષ જૂનો કિસ્સો આવ્યો યાદ
તેમણે કહ્યું કે 'લગભગ પચીસ વર્ષ પહેલાની વાત હશે, જ્યારે હું ભાજપમાં સંગઠન માટે કામ કરતો હતો અને સુષ્માજી ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ પર હતા. વડનગર જે મારું ગામ છે, ત્યાં ગયો અને મારી માતાને પણ મળ્યો. તે સમયે અમારા પરિવારમાં મારા ભત્રીજાના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. જ્યોતિષીઓએ નક્ષત્ર જોઈને તેનું નામ નક્કી થયું. પરિવારના સભ્યોએ પણ નક્કી કર્યું હતું કે તેઓ કહેશે તેમ કરશે.


પરંતુ સુષ્માજીને મળ્યા બાદ મારી માતાએ કહ્યું કે દીકરીનું નામ સુષ્મા રાખવામાં આવશે. મારી માતા બહુ ભણેલી નથી, પણ તે વિચારોમાં ખૂબ જ આધુનિક છે અને મને યાદ છે કે તે સમયે તેમણે જે રીતે નિર્ણય સંભળાવ્યો તે આજે પણ મને યાદ છે. તેમણે વધુમાં કહ્યું કે 'સુષ્માજીને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.'

Punjab Election: જલંધરમાં પીએમ મોદીની રેલી, કહ્યું- અહીંની પોલીસ તો હાથ ઉંચા કરી દે છે


1952માં અંબાલા કેન્ટમાં થયો હતો સુષ્મા સ્વરાજનો જન્મ
તમને જણાવી દઈએ કે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ અંબાલા કેન્ટમાં થયો હતો. તેમની યાદમાં ભારત સરકારે 'પ્રવાસી ભારતીય કેન્દ્ર'નું નામ બદલીને 'સુષ્મા સ્વરાજ ભવન' કર્યું છે. આ ઉપરાં ફોરેન સર્વિસ ઈન્સ્ટિટ્યૂટનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસ કરવામાં આવ્યું હતું. આ બંને સંસ્થાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube