PM House News: પોલીસને PM હાઉસ ઉપરથી ડ્રોન ઉડ્યાનો કોલ આવતા હડકંપ મચ્યો, SPG અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં
Drone on PM House: સોમવારે સવારે પ્રધાનમંત્રી આવાસ ઉપરથી ડ્રોન ઉડવાની સૂચના મળતા હડકંપ મચી ગયો. જેવી SPG એ દિલ્હી પોલીસને આ જાણકારી આપી તો તમામ ટોપ પોલીસ ઓફિસર્સ સ્થળ પર પહોંચી ગયા. સવારે લગભગ 5 વાગે SPG એ નવી દિલ્હી પોલીસને આ અંગે જાણકારી આપ્યા બાદ નવી દિલ્હી વિસ્તારના તમામ ઓફિસર અને ભારે ફોર્સ ડ્રોનની શોધ કરવા લાગ્યા.
Drone on PM House: સોમવારે સવારે પ્રધાનમંત્રી આવાસ ઉપરથી ડ્રોન ઉડવાની સૂચના મળતા હડકંપ મચી ગયો. જેવી SPG એ દિલ્હી પોલીસને આ જાણકારી આપી તો તમામ ટોપ પોલીસ ઓફિસર્સ સ્થળ પર પહોંચી ગયા. સવારે લગભગ 5 વાગે SPG એ નવી દિલ્હી પોલીસને આ અંગે જાણકારી આપ્યા બાદ નવી દિલ્હી વિસ્તારના તમામ ઓફિસર અને ભારે ફોર્સ ડ્રોનની શોધ કરવા લાગ્યા. હજુ સુધી કોઈ ડ્રોન પકડવામાં આવ્યું નથી અને પોલીસના હાથ ખાલી છે. પોલીસ આ અંગે તપાસમાં લાગી છે કે આખરે ડ્રોન કોનું છે અને કેવી રીતે પીએમ આવાસ ઉપર પહોંચ્યું. અત્રે જણાવવાનું કે પીએમ આવાસ અને આજુબાજુનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસમાં એન્ટ્રી 9 લોક કલ્યાણ માર્ગથી મળે છે. પહેલા કાર પાર્કિંગમાં લગાવવામાં આવે છે ત્યારબાદ તે વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષાની તપાસ થાય છે અને પછી વ્યક્તિ 7, 5, 3, 1 લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવી દઈએ કે પીએમ આવાસમાં પહોરવાની સુરક્ષા એટલી કડક હોય છે કે જો તેમના કોઈ પરિવારનો સભ્ય આવે તો પણ તેમણે આ તપાસમાંથી પસાર થવું પડે છે. કોઈ પણ વ્યક્તિના પ્રધાનમંત્રી આાસમાં એન્ટ્રી લેતા પહેલા સચિવો તરફથી મળનારા લોકોની યાદી તૈયાર કરાય છે. જે વ્યક્તિઓના નામ તે યાદીમાં હશે તેમને જ મળવા દેવાય છે. આ સાથે જ જે વ્યક્તિ પ્રધાનમંત્રીને મળવા જઈ રહ્યા છે તેમની પાસે એક ઓળખપત્ર હોવું જરૂરી છે.
આ વિસ્તારમાં છે ઘર
ભારતના પ્રધાનમંત્રીનું સરકારી આવાસ રાજધાની દિલ્હીના લુટિયન્સ ઝોનના લોક કલ્યાણ માર્ગ પર 7 નંબરનો બંગલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં રહે છે. તેઓ વર્ષ 2014થી અહીં રહે છે. પ્રધાનમંત્રી આવાસનું અધિકૃત નામ પંચવટી છે. તેને 5 બંગલા ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. 7 લોક કલ્યાણ માર્ગ (પહેલા આરસીઆર)માં રહેનારા સૌથી પહેલા પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હતા. તેઓ વર્ષ 1984માં અહીં આવ્યા હતા. આ ઘર 12 એકર જમીનમાં બનેલું છે. તેનું નિર્માણ વર્ષ 1980માં થયું હતું. આ આવાસમાં એક નહીં પણ 5 બંગલા છે. જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય, સહ આવાસ ક્ષેત્ર અને સુરક્ષા પ્રતિષ્ઠાન- જેમાં એક SPG અને બીજુ ગેસ્ટ હાઉસ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube