નવી દિલ્હી : નરેન્દ્ર મોદી અઠવાડીયાની અમેરિકા યાત્રાબાદ થોડા જ સમયમાં નવી દિલ્હી પરત ફરવાનાં છે. પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) તેમના સ્વાગતમાં અનેક કાર્યક્રમ આયોજીત કર્યા છે. પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પર જે પ્રકારે દેશનું ગૌરવ વધાર્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના મંચથી પાકિસ્તાનને બેનકાબ કર્યું છે, તેને જોતા એક મોટી ઉજવણીની તૈયારી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- એરપોર્ટ પર હાજર તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો
- 130 કરોડ દેશવાસીઓની સામે નતમસ્તક થયા વડાપ્રધાન મોદી વ્યક્ત કર્યો આભાર.
- 2014માં પણ ચૂંટણી જીત્યા બાદ અમેરિકા UN સમિટમાં ગયો હતો અને 2019માં પણ ગયો
- જો કે ભારત પ્રત્યે માન સન્માન વધ્યું છે, ગત્ત વર્ષી તુલનાએ સન્માનમાં વધારો થયો છે. 
- આ સન્માનનું કારણ 130 કરોડ ભારતીયો છે જેમણે વધારે મજબુતી સાથે સરકાર બનાવી છે. 

- યુએનમાં ભારતનું વિરાટ સ્વરૂપ મે અમેરિકામાં જોયું, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીયોએ પણ ખુબ જ પ્રેમ આપ્યો.
- હાઉડી મોદી કાર્યક્રમની ભવ્યતા, અમેરિકાનાં રાષ્ટ્રપતિનું હાજર રહેવું ભારતની શક્તિનું પ્રદર્શન છે. 
- આટલા ઓછા સમયમાં હ્યુસ્ટન અને ટેક્સાસનાં ભારતીયોએ જે શક્તિ પ્રદર્શન કર્યું ત અનોખું છે. 
- આ શક્તિપ્રદર્શનથી રિપબ્લિકન અને તમામ અમેરિકન પાર્ટીઓએ અચંબિત થઇ ગયા. 
- ન્યૂયોર્કમાં પણ દરેક વ્યક્તિનાં મોઢે માત્ર એક જ શબ્દ હતો હાઉડી મોદી, સમગ્ર વિશ્વ પર હિન્દુસ્તાનીઓ કેવો પ્રભાવ પેદા કરી શકે છે તેનો સુચક કાર્યક્રમ હતો.

- ભારતીયો કઇ રીતે વિશ્વનું દિલમાં વસે છે અને દિલ જીતવ સક્ષમ છે તે મે મારી આંખોથી અનુભવ કર્યો.
- હું આજે ભારતની ધરતી પરથી તમામ અમેરિકામાં વસતા આપણા ભાઇ બહેનોનો વિશેષ આભાર વ્યક્ત કરુ છું. 
- આજે વિશ્વમાં ભારતની આન-બાન-શાનની ચર્ચા તો છે જ પરંતુ ભારત તરફ જોવાનો લોકોનો દ્રષ્ટીકોણ પણ બદલાયો છે.
- આજે ભારતની સ્વિકૃતી વધી છે અને ભારત માટે આદર માન પણ વધ્યું છે. જેનો શ્રેય અહીં અને વિદેશમાં વસતા મારા ભાઇઓ બહેનોને છે. 
- મિત્રો આજે 28 સપ્ટેમ્બર છે, 3 વર્ષ પહેલા પણ એક 28 સપ્ટેમ્બરના દિવસે હું આખી રાત એક મિનિટ માટે પણ ઉંધી શક્યો નહોતો. 

- આખી રાત જાગતો રહ્યો અને ટેલિફોનની ઘંટડી ક્યારે વાગશે તેની રાહ જોઇ રહ્યો હતો, તે 28 સપ્ટેમ્બરે ભારતીય વિર જવાનોની સ્વર્ણીમ ગાથા લખાવાની હતી, કારણ કે આ જ દિવસે સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. 
- ભારતીય સૈન્યએ પોતાની શક્તિ દેખાડી હતી. હું તે જવાનો કે જે મોતને મુઠ્ઠીમાં લઇને ગયા હતા તેમનું અભિનંદન કરૂ છું. 
- સાથીઓ કાલથી નવરાત્રીના પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, હિનદુસ્તાનનાં દરેક ખુણે શક્તિ ઉપાસનાનો પ્રારંભ થઇ રહ્યો છે. 
- હું તમામ દેશવાસીઓને નવરાત્રીના પાવન પર્વ અને દુર્ગા ઉપાસનાના પાવન પર્વની હૃદય પુર્વક શુભકામના આપુ છું. 


J-K: રામબન ઓપરેશનમાં સૈન્ય દળોને મોટી સફળતા, ત્રણ આતંકવાદી ઠાર, બંધકો પણ સુરક્ષીત
ભાજપ તેના માટે રોડ શોનું પણ આયોજન કર્યું છે, જેમાં દિલ્હીનાં તમામ સાતેય સાંસદ હાજર રહેશે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં પાર્ટી કાર્યકર્તા પણ હાજર રહેશે. એરપોર્ટની આસપાસ કાર્યકર્તાઓનાં ટોળે ટોળા ઉમટી પડ્યા છે. વડાપ્રધાન મોદીનું અધિકારીક વિમાનમ પાલમ એરપોર્ટ પર આવશે. જ્યારે 08.30 વાગ્યે વડાપ્રધાન મોદીનો કાફલો પાલમ ટેક્નિકલ એરિયાથી નિકળશે. વડાપ્રધાન આવાસ પર પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે.


સંઘે પાકિસ્તાની PM ઇમરાન ખાનને આપી શુભકામના, ભારત અને સંઘને એક કહેવા બદલ આભાર
પત્રકાર પરિષદમાં રડી પડ્યાં અજિત પવાર, કહ્યું પરિવારમાં કોઇ ડખો નથી
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પાલમ એરપોર્ટ ટેક્નિકલ એરિયાથી 08.30 વાગ્યે બહાર નિકળીને એરપોર્ટ રોડથી તિમયા માર્ગ પહોંચશે. એટલે સુધી કે વડાપ્રધાનનાં રોડશોનો કાર્યક્રમ આયોજીત છે. તિમયા માર્ગ પર રોડશો ખતમ થઇ જશે. એટલે સુધી કે આશરે આશરે અઢી કિલોમીટરની મુસાફરી રહેશે. ત્યાર બાદ પરેડ રોડતી ગુરુગ્રામ થઇને વડાપ્રધાનનો કાફલો સીધો વડાપ્રધાન આવાસ પહોંચશે. 


સુષમા સ્વરાજની દિકરી બાંસુરીએ પૂરું કર્યું માતાનું અંતિમ વચન, જાણીને થઈ જશો ખુશ
20 હજાર લોકો વડાપ્રધાન મોદીનું કરશે સ્વાગત
દિલ્હી પોલીસે વડાપ્રધાન મોદીના ભારત પર આવવા અંગે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. પેરામિલિટ્રી ફોરનસી 9 કંપનીઓ ફરજ પર હાજર છે. તમામ એજન્સીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કાફલાનાં રૂટ પર રહેલા તમામ મકાનોના ધાબા પર પણ જવાનો હાજર રહેશે.