નવી દિલ્હીઃ હું આવતા રવિવારે ફેસબુક, ટ્વીટર ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ તમામ સોશિયલ મીડિયામાંથી હટવાનો વિચાર કરી રહ્યો છું. હું તમને બધાને પોસ્ટ કરતો રહીશ. પીએમ મોદીએ રાત્રે 8.56 મિનિટ પર આ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આવી, તો ટ્વીટર પર ટ્વીટ્સનું પૂર આવી ગયું. ઘણા લોકોએ તેમને વિનંતી કરતા કહ્યું કે, તેઓ આમ ન કરે. તો ઘણા લોકોએ તે પણ કહ્યું કે, તમે આમ કરી શકશો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ટ્વીટ પર પીએમ મોદીના પર્સનલ એકાઉન્ટ પર હાલ 53.3 મિલિયન ફોલોઅર છે. તો ફેસબુક પર 44,597,317 લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 35.2 મિલિયન ફોલોઅર છે. ધ સ્કિન ડોક્ટર નામના એક ટ્વીટર યૂઝરે કહ્યું, કેટલા રિટ્વીટ કરુ જેથી તમે આ વિચાર છોડી દેશો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..