નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર થવાને એક ઐતિહાસિક ક્ષણ જણાવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક્તા અને અખંડતા માટે આખો દેશ એકજૂથ થયો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં 370 વિરુદ્ધ 70 સાથે, જ્યારે રાજ્યસભામાં 125 વિરુદ્ધ 61 વોટ સાથે પસાર થઈ ગયું હતું. આ બિલ પસાર થવાની સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ દેશના બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "ઐતિહાસિક ક્ષણ. એક્તા અને અખંડતા માટે આખો દેશ એકજૂથ થયો. જય હિંદ. આપણી સંસદીય લોકશાહી માટે આ એક ગૌરવની ક્ષણ છે, જ્યાં જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા ઐતિહાસિક બિલને ભારે બહુમત સાથે પસાર કરવામાં આવ્યા."


લોકસભા: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ બહુમત સાથે પસાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બન્યાં કેન્દ્રશાસિત પ્રદેશ


વડાપ્રધાને જણાવ્યું કે, "હું જમ્મુ-કાશ્મીરની બહેનો અને ભાઈઓના સાહસ અને જુસ્સાને સલામ કરું છું. વર્ષો સુધી કેટલાક સ્વાર્થી તત્વોએ ઈમોશનલ બ્લેકમેઈલિંગનું કામ કર્યું છે, લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને વિકાસને નજરઅંદાજ કર્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે એક નવી સવાર, એક શ્રેષ્ઠ ભવિષ્ય માટે તૈયાર છે."


J&K અને લદ્દાખના યુવાનોને મુખ્યધારામાં લાવીશું 
વડાપ્રધાને જણાવ્યું કે, "આ પગલા સાથે અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના યુવાનોને મુખ્યધારામાં સામેલ કરીશું, સાથે જ તેમની કુશળતા અને પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે અસંખ્ય અવસર પ્રદાન કરીશું. તેનાથી ત્યાંની માળખાકીય સુવિધાઓમાં સુધારો થશે, વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, રોજગારની નવી તકો ઉભી થશે અને આંતરિક વિખવાદ સમાપ્ત થશે."


કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'


'કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે, ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલી રહ્યું છે': ફારૂક અબ્દુલ્લાનો આક્ષેપ


વડાપ્રધાને કહ્યું કે, દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ તથા લોકસભાના સ્પીકર ઓમ. બિરલાજીએ પોત-પોતાના ગૃહનું જે રીતે પ્રભાવી સંચાલન કર્યું , તેના માટે હું સમગ્ર દેશ તરફથી તેમને અભિનંદન પાઠવું છું. 


અમિત ભાઈને વિશેષ અભિનંદન
આપણા ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને સારું જીવનધોરણ આપવા માટે નિરંતર કામ કરી રહ્યા છે. તેમના સમર્પણ અને અથાક પ્રયાસોના કારણે જ આ બિલ પાસ થઈ શક્યા છે. આથી, હું અમિત ભાઈને પણ વિશેષ અભિનંદન પાઠવું છું. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...