પટણામાં PM મોદીનો હુંકાર, કહ્યું- `સુદર્શનધારી કૃષ્ણનું સ્વરૂપ લઈને થશે આતંકીઓ પર કાર્યવાહી`
લોકસભા ચૂટંણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણાના પાલીગંજ પહોંચ્યાં. પટણાના પાલીગંજમાં પીએમ મોદીએ પટણા સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તથા જહાનાબાદ લોકસભા બેઠકથી જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી.
પટણા: લોકસભા ચૂટંણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણાના પાલીગંજ પહોંચ્યાં. પટણાના પાલીગંજમાં પીએમ મોદીએ પટણા સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તથા જહાનાબાદ લોકસભા બેઠકથી જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી.
જનસભાને સંબોધતા પીએમ મોદીએ લાલુ યાદવ અને તેમના પરિવાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, 'બિહારમાં જેમણે હજારો કરોડની સંપત્તિ બનાવી છે, આ પૈસા આવ્યાં ક્યાંથી? ગરીબોની ચિંતા હોત તો તેમના હાથ ધ્રુજત. આ લોકો હંમેશા પોતાની પ્રશંસા સાંભળવાના આદી થઈ ગયા ચે. દરબારીઓની ફૌજ તેમના ગુણગાન કરતી રહે છે. ગરીબોની મુશ્કેલીઓ તેમને ખબર નથી. સેંકડો એકર જમીન હડપ્યા બાદ તેમની આંખો ચોરીનો માલ શોધવા માટે ખુલે છે.'
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...