નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચુકની તપાસ માટે એક કમિટીની રચના કરી છે. ત્રણ સભ્યોવાળી આ કમિટીનું નેતૃત્વ કેબિનેટ સચિવાલય સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. આ સિવાય કમિટીમાં આઈસીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ અને એસજીપી આઈજી એસ સુરેશ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે પંજાબના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બુધવારે તે સમયે ગંભીર ચુકના ઘટના થઈ, જ્યારે ફિરોઝપુરમાં કેટલાક પ્રદર્શનકારીઓએ તે રોડ માર્ગે અવરોધ ઉભો કરી દીધો, જ્યાંથી તેમણે પસાર થવાનું હતું. આ કારણે પ્રધાનમંત્રી એક ફ્લાઈઓવર પર આશરે 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા. ઘટના બાદ પ્રધાનમંત્રી કોઈ કાર્યક્રમમાં સામેલ થયા વગર દિલ્હી પરત ફરી ગયા હતા. 


દેશમાં ફરી વધી રહ્યાં છે કોરોના કેસ, AIIMS ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ- ભૂલથી પણ ન કરો આ ભૂલ


પરંતુ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ કે, પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ ચુક થઈ નથી અને તેની પાછળ કોઈ રાજકીય ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અચાનક થયેલા ફેરફારને કારણે આ ઘટના થઈ અને પ્રધાનમંત્રીના જીવન પર ખતરા જેવી કોઈ સ્થિતિ નહોતી. મુખ્યમંત્રીએ ઘટનાની ઉંડાણથી તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ મેહતાબ સિંહ ગિલ અને મુખ્ય સચિવ, ગૃહ મામલા તથા ન્યાય, અનુરાગ વર્માને ત્રણ દિવસની અંદર રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube