નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરૂવારે યુપીના મેરઠ અને ઉતરાખંડના રુદ્રપુરમાં રેલીઓ દ્વારા પોતાનાં ચૂંટણી અભિયાનનો શંખનાદ કર્યો અને આ સાથે જ 2019નાં રાજકીય મહાસંગ્રામની પણ શરૂઆત થઇ હતી. વડાપ્રધાન મોદીએ એક તરફ જ્યાં મેરઠ રેલીમાંયુપીમાં મહાગઠબંધનની તુલના શરાબ સાથે કરી અને કોંગ્રેસનાં લઘુત્તમ આવકનાં વચન પર વ્યંગ કર્યો તો બીજી તરફ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પણ વળતો પ્રહાર કર્યો હતો. 

વડાપ્રધાન મોદીની વિપક્ષ પર સર્જીકલ સ્ટ્રાઇક
- NYAY (લઘુત્તમ આવક યોજના) પર વ્યંગ કરતા વડાપ્રધાને કહ્યું કે, જે લોકો ગરીબોનાં ખાતા પણ નહોતા ખોલાવી શક્યા તે પૈસા શું આપશે. 
-રુદ્રપુર સભામાં વડાપ્રધાને કોંગ્રેસ પર સેના, સેનાના વડા અને સેનાના શોર્યની મજાક ઉડાવવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. 
- આર્મી ચીફને ગાળો ભાંડવી યોગ્ય છે ? સેના પર સવાલ ઉઠાવવો યોગ્ય છે ? આવા લોકો પાકિસ્તાનમાં હિરો બનાવા માટે દેશની જનતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. 
- સપા બસપા અને આરએલડી અંગે વડાપ્રધાને કહ્યું કે તમામનાં આગળનાં શબ્દ એક કરતો તો શરાબ થાય જે સ્વાસ્થય માટે હાનીકારક બની શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા
- કોંગ્રેસે વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન પોતાના અહમ માંથી બહાર આવે
- વડાપ્રધાન સતત ગરીબોનાં મજાક ઉડાવતા રહે છે, તેમણે આવું કરવાનું ટાળવું જોઇએ. 
- રણદીપ સુરજેવાલે કહ્યું કે, ગાળો, ઢોંગ, સ્વાંગ, ડ્રામા તેમની આદર બની ગઇ છે, જો તે તેમને ગરીબોની યોજનાની પણ મજાક ઉડાવી. 
- તેઓ વડાપ્રધાન ઓછા અને પ્રપંચ મંત્રી વધારે છે, અહંકારના નશામાં તેઓ ચુર થઇ ચુક્યા છે. 

સપા ચીફ અખીલેશ યાદવના પ્રહાર
- સપા, બસપા અને રાલોદને શરાબ ગણાવનારા વડાપ્રધાન પર સપા પ્રમુખ અખિલેશ યાદવ ધુંવા પુવા થયા હતા. 
- અખીલેશે કહ્યું કે, આજે તેમને પોલ ખુલી ગઇ છે નફરતનાં નશાને વધારનારા વડાપ્રધાન શરાબ અને સરાબ વચ્ચેનું અંતર પણ નથી જાણતા