નવી દિલ્હીઃ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય જનતાને રાહત આપતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇજ ડ્યૂટી ઘટાડવાની સાથે ગેસ સિલિન્ડર પર સબ્સિડી આપવાનો મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યુ કે, અમારા માટે હંમેશાથી લોકો પહેલા હોય છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ આજનો નિર્ણય, વિશેષ કરીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉલ્લેઘનીય ઘટાડાથી સંબંધિત, વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર પાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા અને ગેસ સબ્સિડી આપવાના નિર્ણયની જાણકારી આપી હતી. મહત્વનું છે કે દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવા સિવાય રસોઈ ગેસના ભાવમાં પણ સતત વધારો થયો છે. 


મોદી સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ 9 રૂપિયા, ડીઝલ 6 રૂપિયા અને સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube