શિવસાગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવારે) આસામ પ્રવાસ પર પહોંચ્યા છે. પીએમ મોદી આજે સવારે આસામના જોરહાટ એરપોર્ટ પહોંચ્યા. ત્યારબાદ તે જોરહાટ એરપોર્ટથી સેનાના વિશેષ હેલિકોપ્ટર વડે શિવસાગર ગયા. પીએમ મોદી અત્યારે શિવસાગર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ અવસર પર અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે તમારા આશિર્વાદ મારા માટે મોટું સૌભાગ્ય છે. તમારો આ પ્રેમ અને સ્નેહ મને વારંવાર આસામ લઇ આવે છે. ગત વર્ષે કોકરાઝારમાં ઐતિહાસિક બોડો કરાર બાદ જે ઉત્સવ થયો હતો, તેમાં હું જોડાયો હતો અને આજે ફરી તમારી ખુશીઓમાં સામેલ થવા આવ્યો છું. 


સર્વેએ કહી દેશના 'મન'ની વાત: PM Modi પહેલી પસંદ, આજે ચૂંટણી થાય તો બહુમત જીતી લેશે BJP


પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે આજે એક લાખથી વધુ પરિવારોને ભૂમિના સ્વામિત્વવાળો પત્ર મળતાં તમારી મોટી ચિંતા દૂર થઇ ગઇ છે. અસમની માટી સાથે પ્રેમ કરનાર મૂળ નિવાસીઓને પોતાની જમીન સાથે જોડાયેલા હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. 


પીએમ મોદીએ કહ્યું કે ઐતિહાસિક કામ શિવસાગરની ભૂમિ પર થઇ રહ્યું છે. હું જયભૂમિના અદમ્ય સાહસ અને આ ભૂમિને નમન કરું છું. શિવસાગરના આ મહત્વને જોતાં તેને દેશની સૌથી મોટી આઇકોનિક 5 સાઇટ્સમાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  

એક નિવદને યાદ અપાવી દીધી નોટબંધીની યાદ, શું બંધ થઇ જશે 100 રૂપિયાની જૂની નોટ?


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કાજીરંગા પાર્કને અતિક્રમણથી મુક્ત કરવામાં આવી રહ્યું છે. નોર્થ-ઇસ્તનો વિકાસ ખૂબ જરૂરી છે. સબકા સાથ, સબકા વિશ્વાસના નારા પર સરકાર ચાલી રહી છે. આસામના ખૂણે ખૂણે વિકાસ થઇ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જન્મ જયંતિ પર પરાક્રમ દિવસ ઉજવી રહી છે. આપણી ધરતી માતાનું રૂપ છે અને તે ભૂપેન હઝારિકાએ કહ્યું હતું. આત્મવિશ્વાસ ત્યારે વધે છે જ્યારે ઘર પરિવારમાં પણ સુવિધાઓ મળે છે અને બહારના ઇંફ્રાસ્ટ્રક્ચર પણ સુધારે છે. 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત વર્ષોમાં આ બંને મોરચા પર અસમમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. અસમમાં જ્યાએ સરકાર બની તો 6 લાખ મૂળ નિવાસી એવા હતા, જેમની પાસે કાનૂની કાગળીયા ન હતા. સર્બાનંદ સોનોવાલની સરકારે ગંભીરતાથી કામ કર્યું છે. આત્મનિર્ભરત આસામનો રસ્તો આસામના લોકોના આત્મવિશ્વાસથી પસાર થાય છે. 


પીએમ મોદીએ કહ્યું કે હવે લાખો લોકોના જીવનસ્તરને એકદમ સારું થવાનો રસ્તો પણ બન્યું છે. હવે તેમને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળશે, જે સીધા તેમના બેંક એકાઉન્ટમાં જશે. આત્મનિર્ભર ભારત માટે નોર્થ ઇસ્ટ અને અસમનો વિકાસ જરૂરી જરૂરી છે. પોણા બે કરોડ ગરીબોના ખાતા ખોલવામાં આવ્યા, જેમાં કોરોનાકાળમાં મદદની રકમ મોકલવામાં આવી. 


પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે આસામમાં જ્યારે અમારી સરકાર બની તો તે સમયે એ પણ અહીં લગભગ-લગભગ 6 લાખ મૂળ નિવાસી પરિવાર હતા, જેમની પાસે જમીનના કાનૂની કાગળિયા ન હતા. પહેલાંની સરકારોમાં તમારી આ ચિંતા તેમની પ્રાથમિકતામાં જ નથી. આજે અસમના મૂળ નિવાસીઓની ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ સાથે-સાથે ભૂમિ સાથે જોડાયેલા તેમના અધિકારીઓ સુરક્ષિત કરવા પર પણ વિશેષ ભારત મુકવામાં આવી રહ્યો છે. 


પીએમ મોદીએ કહ્યું કે 2019માં જે નવી લેંડ પોલિસી બનાવવામાં આવી તે અહીંની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આસામની લગભગ 70 નાની મોટી જનજાતિઓને સામાજિક સંરક્ષણ આપતાં તેમનો વિકાસ અમારી સરકારની પ્રતિબદ્ધતા રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube