જાણો વડાપ્રધાન મોદીના કમાન્ડોએ હાથમાં પહેરેલ વસ્તું શું હતી ? રહસ્ય જાણી ચોંકી ઉઠશો!
વડાપ્રધાન મોદીએ આજે વારાણસીમાં 7 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જેમાં લાખો લોકો જોડાયા હતા. ગાડીનાં રૂફ ઉપર વડાપ્રધાન મોદી બેઠા હતા. જ્યારે તેમની પાછળ તેમનાં બે એસપીજીનાં કમાન્ડો બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આ રીતે ખુલ્લામાં રોડ શો કરતા હોય ત્યારે એસપીજીનાં કમાન્ડોની જવાબદારી વધી જતી હોય છે. ખાસ કરીને તેવા સમયે જ્યારે લાખો લોકો રસ્તા પર હોય અને નેતા ખુલ્લી ગાડીમાં બેસીને રોડ શો કરતા હોય.
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે વારાણસીમાં 7 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જેમાં લાખો લોકો જોડાયા હતા. ગાડીનાં રૂફ ઉપર વડાપ્રધાન મોદી બેઠા હતા. જ્યારે તેમની પાછળ તેમનાં બે એસપીજીનાં કમાન્ડો બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આ રીતે ખુલ્લામાં રોડ શો કરતા હોય ત્યારે એસપીજીનાં કમાન્ડોની જવાબદારી વધી જતી હોય છે. ખાસ કરીને તેવા સમયે જ્યારે લાખો લોકો રસ્તા પર હોય અને નેતા ખુલ્લી ગાડીમાં બેસીને રોડ શો કરતા હોય.
ગત્ત 5 વર્ષમાં કોઇ પણ આતંકવાદી હુમલો હજી સુધી નથી થયો: PM મોદી
વડાપ્રધાન મોદીનાએસપીજી બોડીગાર્ડ આમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. જ્યારે વડાપ્રધાનનો કાફલો ક્યાંય પહોંચે છે ત્યારે બ્લેક ગોગલ્સ અને હાથમાં બેગ અને હથિયારો સાથે ખુબ જ ચપળતાથી વડાપ્રધાન મોદીની સાથે રહેતા તેમના બોડીગાર્ડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. જો કે આ રોડશોમાં આ બોડીગાર્ડસે હાથમાં પહેરેલ એક વસ્તું લોકોને ઉડીને આંખે વળગી હતી.
ભારત ચીન-પાક. બોર્ડર પર બનાવશે સુરંગ, 2 લાખ કિલો દારૂગોળો રહેશે સ્ટોર
ગિરિરાજના બહાને મીસા ભારતીએ બેગુસરાયને પાકિસ્તાન ગણાવતા વિવાદ
હાથમાં હેન્ડપંચ બેગ જેવી પહેરેલી તે વસ્તું બુલેટપ્રુફ ગાર્ડ હતા. જી હાં આ બુલેટ ગાર્ડ જ્યારે એક એસપીજી કમાન્ડોનાં હાથમાં હોય ત્યારે તે નેતાનું અભેદ્ય કવચ બની જાય છે. રોડ શો દરમિયાન કોઇ પણ નેતાએ બુલેટપ્રુફ જેકેટ પહેરાવવું શક્ય હોતું નથી કારણ કે તેના કારણે ખોટો મેસેજ જાય છે. ઉપરાંત અયોગ્ય પણ લાગે છે. જેથી એસપીજી કમાન્ડો આ પ્રકારનાં બુલેટપ્રુફ ગાર્ડ હાથમાં પહેરે છે. જેથી અચાનક જો કોઇ ગોળી આવે તો નેતાનાં માથા આડે તે ગાર્ડ ધરી શકાય અને તેને ઝડપથી ગાડીની અંદર બેસાડી શકાય. આ ઉપરાંત આ ગાર્ડ નેતાને તમામ પ્રકારે ગાર્ડ કરે છે પછી તે જુતુ હોય કે કોઇ પણ નેતા તરફ આવતા પદાર્થને રોકવા માટે હોય છે.