નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પૂર્વ કેબિનેટ મંત્રી સુબ્રમણ્ય સ્વામી (Subramanyam Swami)ના તે પત્રને ધ્યાને લીધો છે જેમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં સીબીઆઇ તપાસ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.  


જ્યાં એક તરફ મુંબઇ પોલીસ હજુ આ કેસની તપાસ કરી રહી છે અને લોકો સાથે પૂછપરછ કરી રહી છે, ભાજપના વરિષ્ઠ નેતા સ્વામીએ વડાપ્રધાનને પત્ર લખીને તેમને સીબીઆઇ તપાસ શરૂ કરાવવાનો અનુરોધ કર્યો છે. હવે જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ સુબ્રમણ્યમ સ્વામીના પત્રને સ્વિકાર કરી લીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube