પડોશી દેશો સાથે ચીનની ડિપ્લોમેસી પર PM મોદીએ સાધ્યું નિશાન, આપ્યો આકરો જવાબ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે મોરિશસ (Mauritius)ની સુપ્રીમ કોર્ટ (Supreme Court) બિલ્ડિંગનું ઉદઘાટન કરતાં ચીન પર નિશાન સાધ્યું છે. પીએમનું નામ લીધા વિના પડોશી દેશો સાથે ચીન (China)ની ડિપ્લોમેસીનો આકરો જવાબ આપ્યો છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે મોરિશસ (Mauritius)ની સુપ્રીમ કોર્ટ (Supreme Court) બિલ્ડિંગનું ઉદઘાટન કરતાં ચીન પર નિશાન સાધ્યું છે. પીએમનું નામ લીધા વિના પડોશી દેશો સાથે ચીન (China)ની ડિપ્લોમેસીનો આકરો જવાબ આપ્યો છે.
પીએમ મોદીએ મોરીશસ ઉપરાંત માલદીવ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ, નાઇઝરમાં ભારત દ્વારા આપવામાં આવી રહી મદદનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમે અશરત વિના બીજા દેશોની મદદ માટે આગળ આવીએ છીએ. તેમણે કહ્યું કે અમારી મદદ રાજકીય અથવા વાણિજ્યિક લાભ આધારિત થતી નથી જ્યારે કેટલાક દેશ ફક્ત પોતાના લોન આધારિત ડિપ્લોમેસીથી લોકોની મદદ કરવાનું જાણે છે.
ભારતના સહયોગ્થી બની બિલ્ડિંગ
પીએમએ કહ્યું કે અમે અફઘાનિસ્તાનમાં પાર્લામેન્ટ બનાવી છે અને ક્રિક્રેટ શીખી રહ્યા છીએ. તો બીજી તરફ નેપાળમાં પાઇપ લાઇન પાથરવામાં આવી રહી છે. આઉપરાંત શ્રીલંકામાં પણ મોટાપાયે ઘર બનાવી રહ્યા છીએ અને એમ્બુલન્સ સર્વિસ સ્થાપિત કરી રહ્યા છીએ. નાઇઝરમાં પણ મહાત્મા ગાંધી કન્વેશન સેન્ટર બની રહ્યું છે. આ સાથે જ ગુયાનામાં સ્ટેડિયમ અને બીજી સુવિધા આપી રહ્યા છે. જ્યારે માલદીવમાં પીવાનું પાણી પુરી પાડી રહ્યા છીએ.
તમને જણાવી દઇએ કે મોરિશિસની રાજધાની પોર્ટ લુઇસમાં ભારતની મદદથી બનેલી સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગ પ્રથમ આધારભૂત માળખું છે. તેનું નિર્માણ ભારત સરકાર દ્વારા 2016માં મોરિશિસને આપેલા 35.3 કરોડ ડોલરના વિશેષા આર્થિક પેકેજ વડે કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં અને અનુમાનિતથી ઓછા ખર્ચે પુરી થઇ છે. આ ભવન 4700 વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલ છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં ઓક્ટોબર 2019માં મોદી અને જગન્નાથે મોરિશિસમાં મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટના પહેલાં તબક્કા અને નવી ઇએનટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube