કુરુક્ષેત્ર(હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું કે, તેમની સરકાર દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે અભિયાન તેજ કરશે અને દાવો કર્યો કે આવા લોકો જ તેમનાથી ડરી રહ્યા છે. ઈમાનદાર લોકોને તો 'ચોકીદાર' પર વિશ્વાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાને અહીં 'સ્વચ્છ શક્તિ 2019' કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે, આ કાર્યક્રમ ચાલુ વર્ષે બે ઓક્ટોબર સુધી દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત બનાવવા અને સ્વચ્છતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામીણ મહિલાઓની ભૂમિકાને ધ્યાનમાં લાવવાના હેતુ સાથે આયોજિત કરાયો હતો. 


તેમણે જણાવ્યું કે, "2014માં તમે એક ઈમાનદાર અને પારદર્શક સરકાર માટે મત આપ્યો હતો. વચેટિયા અને ગરીબોના અધિકાર છીનવી લેનારી તમામ વ્યવસ્થાઓને હાંકી કાઢી હતી."


ભારતે 72,000 'Sig Sauer Assault' રાઈફલ ખરીદવા માટે યુએસ સાથે કર્યો કરાર


મોદીએ વધુમાં જણાવ્યું કે, "દેશમાં દરેક ઈમાનદાર વ્યક્તી આ 'ચોકીદાર' પર વિશ્વાસ મુકે છે, પરંતુ જે ભ્રષ્ટ છે, તેમને મોદીથી ડર લાગે છે. હરિયાણામાં કેટલાક લોકો પોતની સામે ચાલી રહેલી તપાસ એજન્સીઓની કાર્યવાહીથી પરેશાન છે."


તેમણે કોઈનું નામ લીધા વગર જણાવ્યું કે, 'હરિયાણામાં પણ તમે આ બાબતથી જાણો છો કે કેવી રીતે કેટલાક લોકો તપાસ એજન્સીની કાર્યવાહીથી ચિંતિત છે.' ઉલ્લેખનીય છે કે, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા સામે રાજ્યમાં જમીનના કથિત સોદાઓમાં અનિયમિતતાની તપાસ ચાલી રહી છે. 


આકાશ-શ્લોકા લગ્નઃ પ્રથમ કંકોત્રી આપવા નીતા અને મુકેશ અંબાણી પહોંચ્યા સિદ્ધિવિનાયક


વડા પ્રધાને વિરોધ પક્ષના પ્રસ્તાવિત મહા-ગઠબંધનને 'મહા-મિલાવટ' જાહેર કરીને મજાક ઉડાવતા જણાવ્યું કે, તેમાં સામેલ તમામ ચહેરા ધમકી આપવા અને મોદીને ગાળો ભાંડવાનું કામ કરી રહ્યા છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...