મમતાદીદીએ 24 કલાકમાં બદલાનો એજન્ડા પૂરો કર્યો, આ વખતે બંગાળ 300થી વધુ સીટ જીતાડશે: PM મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને કટોકટીના દોરમાં લઈ આવ્યાં છે.
નવી દિલ્હી/કોલકાતા: પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને કટોકટીના દોરમાં લઈ આવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે 'દીદી સત્તા તો સેવાનું માધ્યમ હોય છે. તમે સત્તા અને જનતાને પોતાના ગુલામ સમજવાની ભૂલ કરી રહ્યા છો.' તેમણે કહ્યું કે, 'દીદી જનતાને દગો તમે કરો, ચિટફંડના નામ પર ગરીબોના પૈસા તમે લૂટો, ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે ધરણા પર તમે બેસો અને જ્યારે પશ્ચિમ બંગાળની જનતા તમારી પાસે હિસાબ માંગે તો તમે ગાળો આપવા પર ઉતરી આવ્યાં, હિંસા અને આગચંપી કરાવવા લાગ્યા.' તેમણે એમ પણ કહ્યું કે મમતાદીદીએ બે દિવસ પહેલા જાહેરમાં કહ્યું હતું કે તેઓ બદલો લેશે, તેમણે 24 કલાકની અંદર જ પોતાનો એજન્ડા પૂરો કર્યો. ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો પર હુમલો થયો. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે બંગાળ 300થી વધુ સીટો જીતાડશે.
પટણામાં PM મોદીનો હુંકાર, કહ્યું- 'સુદર્શનધારી કૃષ્ણનું સ્વરૂપ લઈને થશે આતંકીઓ પર કાર્યવાહી'
પીએમ મોદીએ કહ્યું, 'હું ભાજપ તરફથી પશ્ચિમ બંગાળના એક સાથીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું કે જેમની છેલ્લા કેટલાક દિવસોમાં ટીએમસીના ગુંડાઓએ હત્યા કરી છે. જે ઘાયલ છે, તેઓ જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. '
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...