નવી દિલ્હી: 12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થયેલા Man Vs Wildમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને પર્યાવરણ બચાવવા સંબંધી સંદેશ આપ્યો હતો. પરંતુ આ એપિસોડમાં એક એવી વાત હતી જે બધાના મનમાં હતી. તમામ લોકો એ જાણવા ઇચ્છે છે કે, આખરે આ કાર્યક્રમના હોસ્ટ બિયર ગ્રિલ્સ અને પીએમ મોદીની વચ્ચે હિન્દીમાં સંવાદ કેવી રીતે થયો હતો. કેમકે બિયર ગ્રિલ્સ અંગ્રેજી ભાષી છે. પીએમ મોદીએ રવિવારે આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મનની વાતમાં PM મોદીએ કહ્યું- ‘બાપુની 150 મી જન્મજયંતિ નિમિત્તે જન આંદોલનનો પાયો નાખીએ’


રવિવારે પીએમ મોદીએ તેમની મનની વાત કાર્યક્રમ દરમિયાન લોકોને જણાવ્યું કે, આખરે કેવી રીતે તેમની અને બિયર ગ્રિલ્સની વચ્ચે હિન્દીમાં સંવાદ થયો હતો. તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં એવા લોકો છે જે આ જાણવા માગે છે કે બિયર ગ્રિલ્સ મારી હિન્દી કેવી રીતે સમજી રહ્યો હતો. લોકોએ એવું પણ પૂછ્યું છે કે, આ એપિસોડને ઘણી વખત શૂટ અને એડિટ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, મારી અને બિયર ગ્રિલ્સની વચ્ચે ટેક્નોલોજીએ પુલ જેવું કામ કર્યું છે. તેમણે જમાવ્યું કે, બિયર ગ્રિલ્સના કામમાં એક કોર્ડલેસ ડિવાઇસ લાગ્યું હતું. આ ડિવાઇસ મારા દ્વારા બોલવામાં આવેલી હિન્દીને તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી સંભળાવતું હતું.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...