વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે PM મોદી, કરોડની રિટર્ન ગિફ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાનો જન્મદિવસ વારાણસી ખાતે બાળકો વચ્ચે મનાવશે. અહીં તેઓ પ્રજાપતિ સમાજના લોકોને માટીના વાસણ બનાવવા માટે ઇલેક્ટ્રિક સંચાલિત મશીનનનું વિતરણ કરશે. 362 કરોડની IPDS યોજના હેઠળ લોકાર્પણ કરવામાં આવશે. દીન દયાળ ગ્રામ જ્યોતિ યોજના હેઠળ 3722 મજરોનું લોકાર્પણ કરવા ઉપરાંત નાગેપુરમાં પેયજળ યોજનાનું લોકાર્પણ કરશે.
અમિત સિંહ. વારાણસી: વડાપ્રધાન મંત્રી નરેંદ્ર મોદી 17 સપ્ટેમ્બરને બે દિવસીય વારાણસીના પ્રવાસે આવી રહ્યા છે. તે પોતાના 68મા જન્મદિવસ કાશીમાં ઉજવશે. આ દરમિયાન તે કાશીવાસીઓને રિટર્ન ગિફ્ટ તરીકે નવા પ્રોજેક્ટ ભેટ સ્વરૂપે શુભારંભ કરશે. પહેલીવાર પોતાનો જન્મદિવસ વારાણસી ઉજવવા જઇ રહેલા પીએમ મોદીનો આ પ્રવાસ ખાસ થવા જઇ રહ્યો છે. પીએમ મોદી સોમવારે સાંજે 5:00 વાગે બાબતપુર એરપોર્ટ પર ઉતરશે. નરઉર પ્રાથમિક વિદ્યાલયમાં 200 બાળકોની સાથે સંવાદ કરશે. 18 સપ્ટેબરના રોજ પીએમ સવારે સાડા નવ વાગે BHU એમ્ફી થિએટર મેદાનમાં જનસભા સંબોધિત કરશે. બીજી તરફ જન્મદિવસની પૂર્વ સંધ્યા પર મુસ્લિમ મહિલાઓએ કેક કાપીને સોહર ગાકર વડાપ્રધાનની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરશે.
547 કરોડના પ્રોજેક્ટ
બીએચયૂમાં વૈદિક વિજ્ઞાન કેંદ્રનો શિલાન્યાસ કરશે. બીએચયૂમાં અટલ ઇન્કયૂબેટર સેન્ટરનું લોકાર્પણ પણ કરશે. પ્રજાપતિ સમાજના લોકોને માટીના વાસણ બનાવવા માટે ઇલેક્ટ્રિક સંચાલિત મશીનનનું વિતરણ કરશે. 362 કરોડની IPDS યોજના હેઠળ લોકાર્પણ કરવામાં આવશે. દીન દયાળ ગ્રામ જ્યોતિ યોજના હેઠળ 3722 મજરોનું લોકાર્પણ કરવા ઉપરાંત નાગેપુરમાં પેયજળ યોજનાનું લોકાર્પણ કરશે. બીએચયૂમાં રીઝનલ રીઝનલ નેત્ર ચિકિત્સા કેંદ્રનો પણ શિલાન્યાસ કરશે.
ભાજપની તરફથી વિશેષ આયોજન
68 સ્થાનો પર દીપોત્સવ હશે. 68 મંદિરોમાં દર્શન-પૂજનનું કાર્યક્રમ છે. 72 સ્થળો પર મેડિકલ કેપ લગાવવામાં આવશે. 90 સ્થળો પર સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે. 68 સ્થળો પર કેકક કાપવાની પણ યોજના છે. બધા ચોક શણગારવામાં આવશે. હરસેવાનંદ વિદ્યાલયમાં 5000 બાળકો સાથે પીએમ બાળપણની યાદો આધારિત ફિલ્મ 'ચલો જીતે હૈ' જોવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદીને શિલ્પકારોની અનોખી ભેટ
પીએમ મોદીને જન્મદિવસની ભેટ માટે વારાણસીના વણકરો અને શિલ્પીઓએ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. પંજા વીવિંગ ટેક્નોલોજીથી બનાવવામાં આવેલું આ પોટ્રેટ 15 દિવસમાં તૈયાર થયું છે. પ્યારેલાલ મૌર્યા જે એક શિલ્પી છે અને સ્ટેટ અવોર્ડી પણ છે. તેમણે આ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. પોટ્રેટની ખૂબ જણાવાતાં વિશેષજ્ઞ કહે છે કે આ પોટ્રેટની લાઇફ લગભગ 50 વર્ષ છે અને આગળ-પાછળ બંને તરફથી આ જોઇ શકાય છે. મિર્ઝાપુર હેંડ મેડ દરી જેને જીઆઇ સ્ટેટ્સ મળી ચૂક્યું છે. તેમનું આ વોલ હેગિંગ પોટ્રેટ છે.
વૈદિક વિજ્ઞાન કેંદ્રની સ્થાપના કરશે પીએમ મોદી
પીએમ મોદી દુનિયાના પ્રાચીનતમ શહેર પોતાના સંસદીય ક્ષેત્રમાં વૈદિક વિજ્ઞાન કેંદ્રનો શિલાન્યાસ મુકવા જઇ રહ્યા છે. આ કેંદ્ર વૈદિક સાહિત્ય અને જ્ઞાન-વિજ્ઞાને આજે પરિપેક્ષ્યમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને સ્તર પર અંતર્વિષયક વિષયો પર શોધ કાર્ય કરશે. આ કેંદ્રમાં વૈદિક ન્યૂયોરોલોજિકલ લેબ/પ્રયોગશાળા પણ હશે. આ પ્રયોગશાળામાં વૈદિક મંત્રો અને ઋચાઓનું મન-મસ્તિક અને તંત્રિકાઓ પર શું પ્રભાવ પડે છે, તેના પર શોધ થશે. વૈદિક ન્યૂયોરોલિજિકલ લેબ/પ્રયોગશાળા ઉપરાંત આ સેન્ટરમાં વૈદિક યજ્ઞ શાળા, વૈદિક સાહિત્ય પ્રયોગશાળા અને વૈદિક પર્યાવરણ પ્રયોગશાળા પણ હશે. અત્યાર ફક્ત શોધ કાર્ય થશે. આગળ જતાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ અભ્યાસ થશે. અને આ સેન્ટરને ઇસ્ટીટ્યૂટના રૂપમાં પ્રમોટ કરવામાં આવશે. હજુ તેના માટે 14 કરોડ દસ લાખની રકમ આપવામાં આવશે.
પીએમ મોદીએ ફોન કરી માતાને શું કહ્યું?
ઠેર-ઠેર હશે સુરક્ષા
20થી વધુ એસપી સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. 70 ડેપ્યુટી એસપી, 560 ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, 22 એસઓ, 4000 કોસ્ટેબલ, 70 મહિલા સબ ઇન્સ્પેક્ટર, 600 હોમગાર્ડ, આઠ કંપની પીએસી, 16 કંપની પેરા મિલેટ્રી ફોર્સ, એટીએસ, એસપીજી, એનએસજી, એલઆઇયૂ, સહિત ઘણા પ્રકારની એજન્સીઓ પણ રહેશે.