નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સતત છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસે ભાષણ આપશે. પ્રચંડ જનાદેશ પછી સત્તામાં પુનરાગમન કર્યા પછી લાલ કિલ્લા પર આ તેમનું પ્રથમ ભાષણ હશે. એવું કહેવાય છે કે, પીએમ મોદી જમ્મુ-કાશ્મીર પર તેમની સરકારે લીધેલા નિર્ણયથી માંડીને અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધીના વિવિધ મુદ્દા પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 15 ઓગસ્ટના પોતાના સંબોધનમાં સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેમ કે 'સ્વચ્છ ભારત', 'આયુષમાન ભારત' અને ઊભારતના અંતરિક્ષમાં પ્રથમ 'માનવ મિશન'ની જાહેરાત કરતા આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીના નેતાઓનું માનવું છે કે, તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ બહુમત અને ત્યાર પછી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી વડાપ્રધાનના ભાષણની દિશા પહેલાથી જ નિર્ધારિત થઈ ચૂકી છે. 


લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવતા સમયે પીએમ મોદી સાથે હશે IAFની ત્રણ મહિલા અધિકારી


વાજપેયીની બરાબરી કરશે મોદી 
ગુરૂવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા દિવસે ભાષણ આપવાની સાથે જ પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી લેશે. વાજપેયી પ્રથમ નેતા હતા, જેમણે 1998થી 2003 દરમિયાન સતત 6 વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. એવું કહેવાય છે કે, પીએમ મોદી આર્થિક મંદી અંગે પણ પોતાના વિચાર રજુ કરશે. આ વખતે તેઓ જલ સંરક્ષણના વિષયને પણ પ્રમુખતાથી ઉઠાવી શકે છે. 


રાષ્ટ્રપતિનું સંબોધનઃ કલમ-370ની નાબૂદી જમ્મુ-કાશ્મીર માટે વિકાસના દરવાજા ખોલશે


41 સ્કૂલની 35000 છાત્રાઓ લેશે ભાગ 
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, દિલ્હીની 41 સરકારી સ્કૂલની 3500 છાત્રાઓ, 5 હજાર દર્શ અને 17 સ્કૂલના 700 એનસીસી કેડેટ પીએમ મોદીના ભાષણ સ્થળની સામે 'નયા ભારત' શબ્દોની રચના કરશે. સાથે જ 'એક્તામાં મજબુતી'ને તેઓ રેખાંકિત કરશે.


બાલાકોટ એર સ્ટ્રાઈકઃ આ પાંચ જાંબાઝ પાઈલટોને પણ મળશે વાયુસેના મેડલ


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....