નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા 5 જાન્યુઆરીએ ફિરોઝપુર જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. ત્રણ કૃષિ કાયદા રદ થયા બાદ પંજાબમાં પીએમ મોદીની આ પ્રથમ રેલી હશે. પ્રધાનમંત્રી પંજાબના ફિરોઝપુરમાં પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMR) ના સેટેલાઇટ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવાના છે. કાર્યક્રમ બાદ તેઓ એક રેલીને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ PGIMR ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટન અમરિંદર સિંહ પણ થશે સામેલ
પીએમ મોદીની રાજકીય રેલી ખુબ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે તેમની સાથે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ સામેલ થશે. સૂત્રો પ્રમાણે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને શિરોમણિ અકાલી દળ-શિઅદ (સંયુક્ત) ના નેતા સુખદેવ સિંહ ઢીંડસા પણ રેલીમાં ભાગ લેશે. 


આ પણ વાંચોઃ કોરોનાની 'ચમત્કારિક' દવા Molnupiravir થી ઘરે બેસી થશે સારવાર, કેટલો ખર્ચ, ક્યારે મળશે? જાણો જવાબ


પીએમને કોઈ રેલી કરવા દેવામાં આવશે નહીંઃ અકાલી દળ
ઉલ્લેખનીય છે કે ભાજપ અને શિરોમણિ અકાલી દળ વચ્ચે 23 વર્ષ જૂનુ ગઠબંધન પાછલા વર્ષે તે સમયે તૂટી ગયું જ્યારે શિરોમણિ અકાલી દળે કૃષિ કાયદાને લઈને એનડીએ છોડી દીધુ હતું. શિરોમણિ અકાલી દળે કહ્યુ કે, જ્યાં સુધી કિસાનોની માંગ પૂરી થશે નહીં, તે પ્રધાનમંત્રીની કોઈ રેલી થવા દેશે નહીં. હાલમાં શિરોમણિ અકાલી દળ (શિઅદ) ના પૂર્વ ધારાસભ્ય અને સુખબીર સિંહ બાદલના નજીકના જગદીપ સિંહ નકાઈ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. 


19 નવેમ્બરે રદ્દ થયા હતા કૃષિ કાયદા
ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રદ્દ કર્યા હતા. આ બિલને સંસદના શિયાળુ સત્રમાં પરત લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આશરે એક વર્ષથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા કિસાનોએ 9 ડિસેમ્બરે પોતાનું આંદોલન સ્થગિત કરી દીધુ અને પોતાના ઘરે પરત ફર્યા હતા. 


આ પણ વાંચોઃ રાકેશ ટિકૈતે સરકારને આપી ધમકી, કહ્યું- 26 જાન્યુઆરીએ ફરી યોજાશે ટ્રેક્ટર માર્ચ


અનેક પાર્ટીએ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડશે ભાજપ
પંજાબમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટી, શિરોમણિ અકાલી દળ (સંયુક્ત) અને અમરિંદર સિંહના નેતૃત્વવાળી પંજાબ લોક કોંગ્રેસે સીટ વહેંચણીનો નિર્ણય કરવા માટે છ સભ્યોની સમિતિ બનાવી છે. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 સીટો જીતી રાજ્યમાં પૂર્ણ બહુમત હાસિલ કર્યો અને 10 વર્ષ બાદ અકાલી-ભાજપ સરકારને બહાર કરી દીધી હતી. આમ આદમી પાર્ટી 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 20 સીટો જીતી બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. શિરોમણિ અકાલી દળને 15 સીટ અને ભાજપને 3 સીટો મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube