ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી. પીએમ મોદીએ દાંડી યાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 12 માર્ચ 2021થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના 75 સ્થળો પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી છે અને આજથી પ્રસ્થાન થનારી આ દાંડી કૂચ પણ આ મહોત્સવનો એક ભાગ છે. કાર્યક્રમની શરૂઆત માટે 12 માર્ચનો દિવસ પસંદ કરાયો. કારણ કે આ જ દિવસે મહાત્મા ગાંધીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ દાંડી કૂચનું પ્રસ્થાન કરાવતા પહેલા અભય ઘાટ ડોમ ખાતે સંબોધન કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈવ અપડેટ્સ...


- દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવીને પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ જવા માટે રવાના થયા. હાલ તેઓ એરપોર્ટ પહોંચી ગયા છે અને દિલ્હી માટે રવાના થશે. 
- પીએમ મોદીએ સંબોધન બાદ દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો. આજથી શરૂ થયેલી આ દાંડી યાત્રાનું સમાપન 24 દિવસ બાદ થશે. 
- પીએમ મોદીએ કહ્યું કે દેશના ખૂણે-ખૂણેથી કેટલાય દલિત, આદિવાસી, મહિલાઓ અને યુવાઓ છે જેમણે અસંખ્ય તપ-ત્યાગ કર્યા. તામિલનાડુના 32 વર્ષના યુવા કોડિ કાથ કુમરનને યાદ કરતા પીએ મોદીએ કહ્યું કે અંગ્રેજોએ તેમના માથામાં ગોળી મારી દીધી. પરંતુ તેમણે મરતા મરતા પણ દેશના ઝંડાને જમીન પર પડવા દીધો નહીં. 
-- આઝાદીના આંદોલનની આ જ્યોતિને સતત જાગૃત કરવાનું કામ, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દરેક દિશામાં, દરેક ક્ષેત્રમાં, આપણા સંતો-મહંતો, આચાર્યોએ કર્યું હતું. એક પ્રકારે ભક્તિ આંદોલને રાષ્ટ્રવ્યાપી સ્વાધિનતા આંદોલનની પીઠિકા તૈયાર કરી હતી. 
- પીએમ મોદીએ કહ્યું કે 1857નો સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશથી પાછું ફરવું, દેશને સત્યાગ્રહની તાકાત ફરીથી યાદ કરાવવી, લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ્યનું આહ્વાન, સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજની દિલ્હી માર્ચ, દિલ્હી ચલોના નારા કોણ ભૂલી શકે. 
- આજે પણ આપણે કહીએ છીએ કે 'હમને દેશ કા નમક ખાયા હૈ' આવું એટલા માટે નહીં કારણ કે મીઠું કોઈ કિંમતી વસ્તુ છે. આવું એટલા માટે કારણ કે મીઠું આપણા ત્યાં શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. 
- આપણા ત્યાં મીઠાને ક્યારેય તેની કિંમતથી આંકવામાં આવ્યું નથી. આપણા ત્યાં મીઠાનો અર્થ છે પ્રમાણિકતા, વિશ્વાસ, વફાદારી. 
- ભારત પાસે ગર્વ કરવા માટે અથાક ભંડાર છે. સાંસ્કૃતિક વારસો છે એટલે આ ઉજવણી અમૃતની જેમ નવી પેઢીને મળશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube