PM Modi Inaugurate Bundelkhand Expressway: કેન્દ્ર સરકાર દેશભરમાં કનેક્ટિવિટીને વધુ સારી બનાવવાની દિશામાં સતત કામ કરી રહી છે અને આ કડીમાં પ્રધાનમંત્રીએ 29 ફેબ્રુઆરી 20220 ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ આ આ એક્સપ્રેસ હાઇવેને બનાવવાના કામને 28 મહિનાની અંદર પુરૂ કરી લેવામાં આવ્યું અને હવે ઉદઘાટનનો વારો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઈ, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે.


સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રધાનમંત્રી દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર પ્રયાસ હતો. એક્સપ્રેસવે પરનું કામ 28 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે.


ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ આશરે રૂ. 14,850 કરોડના ખર્ચે 296 કિમી, ચાર-માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પછીથી તેને છ લેન સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. તે ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીકના ગોંડા ગામ ખાતે NH-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે. તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે - ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા.


આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે, બુંદેલખંડ એક્સપ્રેસ વે આર્થિક વિકાસને પણ મોટો વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે. એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.


પહેલાં તબક્કામાં 50 કિલોમીટરના ફિજિકલ અને વિજ્યુઅલ ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યો છે. બીજા તબક્કાનું કાર્ય પ્રગતિ પર છે. એક્સપ્રેસ-વેમાં સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમાં લગભગ 128 પોલીસ જવાનોને તૈનાત કરવાની તૈયારી છે, સાથે જ આ એક્સપ્રેસવે પર 12 ઇનોવા ગાડીઓ દ્રારા સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી 24 કલાક અહીંથી પસાર થનાર વાહનો પર નજર રાખી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube