નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2જી જાન્યુઆરી 2022ના રોજ મેરઠની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. લગભગ 700 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મેરઠના સરથાણા નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી માટે રમતની સંસ્કૃતિનો વિકાસ કરવો અને દેશના તમામ ભાગોમાં વિશ્વ કક્ષાની રમતગમતની માળખાકીય સુવિધાઓની સ્થાપના કરવી એ ધ્યાન કેન્દ્રીત કરવાના મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે. મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના આ વિઝનને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું હશે.


સ્પોર્ટ્સ યુનિવર્સિટી સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ/વોલીબોલ/હેન્ડબોલ/કબડ્ડી ગ્રાઉન્ડ, લૉન ટેનિસ કોર્ટ, જિમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, બહુહેતુક હોલ સહિત આધુનિક અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે. સાયકલિંગ વેલોડ્રોમ, યુનિવર્સિટીમાં શૂટિંગ, સ્ક્વોશ, જિમ્નેસ્ટિક્સ, વેઇટલિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કાયાકિંગ સહિતની અન્ય સુવિધાઓ પણ હશે. યુનિવર્સિટીમાં 540 મહિલા અને 540 પુરૂષ ખેલાડીઓ સહિત 1080 ખેલાડીઓને તાલીમ આપવાની ક્ષમતા હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube