નવી દિલ્હીઃ અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સરકારી પ્રથમ ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. હવે મંગળવારે ત્રણેય સેનાઓના ચીફ આ વિશે જાણકારી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ત્રણેય સેના પ્રમુખ ભરતી સંબંધિત વાતોની જાણકારી પીએમ મોદીને આપશે. મહત્વનું છે કે અગ્નિપથ યોજનાનું લોન્ચિંગ 14 જૂને કરવામાં આવ્યું હતું. ત્યારથી દેશભરમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્નિપથ યોજનાનું નોટિફિકેશન
બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યોગ્યતા શરતો, ભરતી પ્રક્રિયા, વેતન અને ભથ્થાથી લઈને સેવાના નિયમો અંગેની વિગતો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે joinindianarmy.nic.in પર જવું પડશે. નોટિફિકેશન મુજબ 8મું અને 10મું ધોરણ પાસ યુવા પણ તે માટે અરજી કરી શકે છે. યોજના હેઠળ અગ્નિવીરોની ચાર વર્ષ માટે ભરતી થશે. તેમને પેન્શન કે ગ્રેજ્યુઈટી મળશે નહીં. અગ્નિવીરોને પહેલા વર્ષે 30 હજાર રૂપિયા, બીજા વર્ષે 33 હજાર રૂપિયા માસિક, ત્રીજા વર્ષે 36,500 રૂપિયા માસિક અને ચોથા વર્ષે 40 હજાર રૂપિયા માસિક પગાર મળશે. આ પેકેજમાંથી 30 ટકા દર મહિને અલગ જમા કરવામાં આવશે. આટલા જ પૈસા સરકાર પોતાના તરફથી જમા કરશે. 


આ પણ વાંચોઃ Presidential Election 2022: કોણ હશે વિપક્ષના ઉમેદવાર? ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ ઓફર ઠુકરાવી, જાણો શું કહ્યું


ચાર વર્ષની સેવા પૂરી થયા બાદ સેવા નિધિ તરીકે લગભગ 12 લાખ રૂપિયા દરેક અગ્નિવીરને મળશે. સેવા નિધિ પર આવકવેરા કર લાગશે નહીં. અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. રેગ્યુલર કેડેટ અંગે નોટિફિકેશનમાં કહેવાયું છે કે ચાર વર્ષ બાદ પસંદગી પામેલા અગ્નિવીરને આગામી 15 વર્ષ માટે સેનામાં સામેલ કરાશે. આર્મીમાં પણ અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. અગ્નિવીરોને કોઈ મોંઘવારી ભથ્થું કે મિલેટ્રી સર્વિસ પે મળશે નહીં. 


પીએમ મોદીએ યુવાઓને આપ્યો સંદેશ
દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા છે અને આગચાંપીની ઘટના જોવા મળી છે. આ વચ્ચે બેંગલુરૂ પહોંચેલા પ્રધાનંમત્રી મોદીએ આ યોજનાનું નામ લઈ યુવાઓને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે છેલ્લા આઠ વર્ષમાં સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાઓ માટે ખોલી લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક સુધાર શરૂઆતમાં ખરાબ લાગે છે પરંતુ લાંબા ગાળે તેનાથી દેશને ફાયદો થાય છે. 


આ પણ વાંચોઃ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં મોટી સફળતા, ગોળી ચલાવનાર બે શૂટર સહિત ત્રણની ધરપકડ


પીએમ મોદીએ પણ કર્યો હતો ઉલ્લેખ
મહત્વનું છે કે આ યોજના હેઠળ પસંદ કરાયેલા યુવાઓને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. રવિવારે પ્રધાનમંત્રી મોદીએ આ યોજનાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. પરંતુ તેમણે સીધુ આ યોજનાનું નામ ન લીધુ અને ન વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ દેશનું દુર્ભાગ્ય છે કે કોઈ સારી વસ્તુ લાવવામાં આવે છે તો તેને રાજકીય રંગ આપવામાં આવે છે. ટીઆરપીના ચક્કરમાં મીડિયા પણ તેમાં ફસાય જાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube