અયોધ્યા  : મોદી સરકાર પર રામ મંદિર નિર્માણ મુદ્દે સતત વધી રહેલા દબાણ વચ્ચે ધર્મગુરૂ રામભદ્રાચાર્યએ દાવો કર્યો કે 11 ડિસેમ્બર બાદ ઉચ્ચસ્તરીય બેઠક કરીને મોટો નિર્ણય લેવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની તરફથી અયોધ્યામાં આયોજીત ધર્મસભાને સંબોધિત કરતા રવિવારે તેમણે કહ્યું કે, 23 નવેમ્બરે કેન્દ્ર સરકારનાં એક વરિષ્ઠ મંત્રી સાથે આ અંગે ચર્ચા થઇ હતી. તેમણે આશ્વાસન આપ્યું કે 11 ડિસેમ્બરે ચૂંટણી આચાર સંહિતા સમાપ્ત થયા બાદ વડાપ્રધાન મોદી સાધુ સંતોની સાથે બેસશે અને રામ મંદિર નિર્માણ મુદ્દે એક મહત્વનો અને મોટો નિર્ણય લેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીહીપ લીડરે કહ્યું કે, અમને તેવી પણ માહિતી આપવામાં આવી છે કે અમારી સાથે કોઇ જ પ્રકારનો વિશ્વાસઘાત નહી કરવામાં આવે. સંસદના શીતકાલીન સત્રમાં અધ્યાદેશ લાવી શકેા છે, એવામાં આપણે ધેર્ય રાખવું જોઇએ. કોર્ટેથી આપણે નિરાશ થઇ ચુક્યા છીએ. જનતાની કોર્ટ આપણો વિશ્વાસઘાત નહી કરે. કેન્દ્રીય મંત્રીનું નામ ન જણાવતા રામભદ્રાચાર્યએ કહ્યું કે, તેમણે મને નામ નહી જણાવવા માટે જણાવ્યું છે માટે હું નામ જણાવી શકું નહી. જ્યારે મે તેમને પુછ્યું કે રામ મંદિર માટે હવે કેટલી રાહ જોવી પડશે, તેમણે કહ્યું કે, 11 ડિસેમ્બર બાદ આ મુદ્દે વડાપ્રધાન સાથે એક મહત્વની બેઠક થવાની છે. જેમાં મોટો નિર્ણય લેવાશે. 

ધર્મગુરૂના અનુસાર તેમણે (મંત્રીએ) કહ્યું કે, બેઠકમાં તેવો જ નિર્ણય લેવામાં આવશે જેનાથી રામ મંદિર નિર્માણનો રસ્તો ખુલ્લે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેના, વીહીપ જ રવિવારે નાગપુરમાં આયોજીત હુંકાર સભામાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ મંદિર નિર્માણ માટે દેશવ્યાપી આંદોલન ચાલુ કરવાની વાત કરી. એવામાં સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે.