નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી નવેમ્બર, 2021ના રોજ એટલે કે આજે બપોરે  1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G)નો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પ્રસંગે લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 700 કરોડથી વધુ રકમ સીધી જમા કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીના હસ્તક્ષેપ બાદ, ત્રિપુરાની અનોખી ભૌગોલિક-આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય માટે 'કચ્ચા' ઘરની વ્યાખ્યા ખાસ કરીને બદલવામાં આવી છે, જેના કારણે 'કુચ્ચા' મકાનોમાં રહેતા લાભાર્થીઓને આટલી મોટી સંખ્યામાં ‘પક્કા’ ઘર બાંધવામાં સહાયતા મળી શકે છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. 

PM આવાસ યોજનામાં હજુ સુધી ઘર નથી મળ્યું? જાણો કેવી રીતે લાભ મેળવશો


'કાચા મકાન' ની પરિભાષામાં કર્યો ફેરફાર
પીએમઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ અને ત્રિપુરાની અનોખી ભૂ-જળવાયુ સ્થિતિને ધ્યાનમાં રાખતાં રાજ્ય માટે 'કાચા' મકાનની પરિભાષામાં વિશેષ રૂપથી ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી કાચા મકાનમાં રહેતા આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને પોતાનું ઘર 'પાકુ' કરવા માટે મદદ મળી શકે છે.  

એવા દેશ જ્યાં શિફ્ટ થશો તો સામે મળશે રૂપિયા, જાણો શું છે કારણ


સ્કીમનો પ્રથમ હપ્તો કરાશે ટ્રાંસફર
તમને જણાવી દઇએ કે આ કાર્યક્ર્મમાં નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે. પીએમ મોદી આજે લાભાર્થીઓનો પ્રથમ હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube