PM Narendra Modi in Assam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસમ પ્રવાસમાં સાત નવી કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. આ અવસર પર દીફૂમાં આયોજિત રેલી દરમિયાન પ્રધાનમંત્રીએ અસમના લોકોને કહ્યું ડબલ એન્જીનની સરકાર, જ્યાં પણ હોય ત્યાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવનાથી કામ કરે છે. તેમણે કહ્યું કે આજે આ સંકલ્પ કાર્બી આંગલોંગની આ ધરતી પર ફરી સશક્ત થયો છે. અસમની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર થયા છે. તેમને જમીન પર ઉતારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે જ્યારે પણ અહીં આવવાની તક મળી તમારા લોકોનો અપાર સ્નેહ અને પ્રેમ મળ્યો. આ સાથે જ રાજ્ય સરકારે પીએમ મોદીના પ્રવાસ માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવનો ઉજવી રહ્યો છે, ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફૂકાનની 400મી જન્મજયંતિ પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. તેમણે કહ્યું કે કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરું છું.  


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બી આંગલોંગમાં માંજા પશુ ચિકિત્સા મહાવિદ્યાલય, વેસ્ટ કાર્બી આંગલોંગ કૃષિ મહાવિદ્યાલય, અમ્પાની વેસ્ટ કાર્બી આંગલોંગ ગર્વમેંટ કોલેજ સહિત ઘણી યોજનાઓની આધારશિલા રાખી. 

આધુનિક જમાનામાં અનોખી પરંપરા, ગુજરાતના આ ત્રણ ગામોમાં વરરાજાને બદલે તેની બહેન જાન લઇ જાય છે

'નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભાજપની ડબલ એન્જીનની સરકાર જ્યાં પણ હોય, ત્યાં સબકા સાથ-સબકા વિકાસ- સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસની ભાવનાથી કામ કરે છે. આજે આ સંકલ્પ કાર્બી આંગલોંગની ધરતી પર ફરીથી સશક્ત થયું છે. આજે જે શિલાન્યાસના કાર્યક્રમ થયા છે, આ ફક્ત કોઇ બિલ્ડીંગનો શિલાન્યાસ નથી, આ અહીં નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ છે. ઉચ્ચ શિક્ષણ માટે અહીં યોગ્ય વ્યવસ્થા થતાં હવે ગરીબથી ગરીબ વ્યક્તિ પણ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકશે. 

WhatsApp લાવી રહ્યું છે ધમાકેદાર ઓફર! Payment કરવા પર મળશે આટલું કેશબેક, જાણોને ઝૂમી ઉઠશો


'2014 બાદ નોર્થ ઇસ્ટમાં મુશ્કેલી સતત ઓછી થઇ રહી છે' 
પીએમ મોદીએ કહ્યું 'અસમની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર થયા છે. તેને જમીન પર ઉતારવાનું કામ આજે તેજ ગતિએ ચાલી રહ્યું છે. હથિયાર મુકીને જે સાથી રાષ્ટ્ર નિર્માણના પરત ફર્યા છે, તેના પુનર્વાસ માટે પણ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તમે બધા ગત દાયકામાં એક લાંબા સમયથી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર કર્યો છે. પરંતુ 2014 બાદ નોર્થ ઇસ્ટમાં મુશ્કેલીઓ સતત ઓછી થવા લાગી છે, લોકોનો વિકાસ થઇ રહ્યો છે.


'AFSPA ને નોર્થ ઇસ્ટના ઘણા વિસ્તારોમાંથી દૂર કર્યા'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે આખો દેશ જોઇ રહ્યો છે કે ગત વર્ષોમાં હિંસા, અરાજકતા અને અવિશ્વાસની દાયકાઓની જૂની સમસ્યાઓનું કેવી રીતે સમાધાન કરવામાં આવી રહ્યું છે. પહેલાં જ્યારે આ ક્ષેત્રની ચર્ચા થાય છે, તો ક્યારે બોમ્બ અને ક્યારે ગોળીઓનો અવાજ સંભળાતો હતો. પરંતુ આજે તાળીઓ ગૂંજી રહી છે. તેમણે કહ્યું કે 'નોર્થ ઇસ્ટમાં સરકાર અને સમાજના સામુહિક પ્રયાસો જેમ જેમ શાંતિ પરત ફરી રહી છે. તેમ તેમ જૂના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગત 8 વર્ષો દરમિયાન સ્થાયી શાંતિ અને સારી કાનૂન વ્યવસ્થા લાગૂ થવાના કારણે અમે AFSPA ને નોર્થ ઇસ્ટના વિસ્તારોને દૂર કરી દીધા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube