નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં બીજા કાર્યકાળમાં પહેલી વિદેશ યાત્રા પર 8-9 જુનના રોજ માલદીવ જશે. તેઓ 9 જુને શ્રીલંકા પણ જશે. વડાપ્રધાન મોદી પોતાની આ યાત્રા દરમિયાન પોતાનાં દ્વિપક્ષીય સંબંધો તથા આંતરિક હિતો સાથે જોડાયેલા વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8-9 જુનના રોજ માલદીવની સરકારી યાત્રા પર જશે. તેઓ માલદીવનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહનાં નિયંત્રણ પર ત્યાં જઇ રહ્યા છે. વડાપ્રધાન તરીકે બીજી વખત પદભાર ગ્રહણ કર્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પહેલી વિદેશ યાત્રા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના વડાપ્રધાન બનવા માંગે છે પ્રિયંકા ચોપડા, નિકને બનાવશે રાષ્ટ્રપતિ
મંત્રાલયના અનુસાર આ યાત્રા ભારત અને માલદીવ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાનમાં નવી ગતિને પરિલક્ષિત કરે છે. આ પહેલા રાષ્ટ્રપતિ સોલિહ ડિસેમ્બર 2018માં ભારતનાં સરકારી મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન મોદીને આસન્ન માલદીવ યાત્રા દરમિયાન બંન્ને દેશોને દ્વિપક્ષીય સંબંધોમાં હાલનાં સમયમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તક મળશે. 


કર્ણાટકમાં ગઠબંધન સરકાર પડી ભાંગશે તો અમે વિકલ્પ શોધીશું: ભાજપ
મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય
આ સાથે જ બંન્ને દેશો પોતાના ખાસ સંબંધો અને પ્રાગાઢ બનાવવાનો ઇરાદો સંયુક્ત હિતો અંગે જોડાયેલા વિષયો પર વિચારોનું આદાન પ્રદાન કરશે. વિદેશ મંત્રાલય અનુસાર વડાપ્રધાન મોદી 9 જુને શ્રીલંકાની યાત્રા પર પણ જશે. તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાના નિમંત્રણ પર ત્યાં જઇ રહ્યા છે. 


નબળા પ્રદર્શન બાદ મમતાનો EVM માંથી મોહભંગ, લોકશાહી બચાવવા બેલેટ ચૂંટણી જરૂરી
મંત્રાલયના અનુસાર માલદીવ અને શ્રીલંકાના વડાપ્રધાન મોદીની યાત્રા પડોશ પ્રથમ નીતિ અને સાગર સિદ્ધાંત પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રદર્શીત કરે છે. ઉલ્લેખનીય છે કે, સાગર સિદ્ધાંતનો આશય ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ છે. આ સાગર દ્વારા આર્થિક સ્મૃદ્ધિ પ્રાપ્ત કરવાનાં ભારતનાં વૃહદ પ્રયાસનો હિસ્સો છે.